મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબીના પાનેલી ગામે ફિનાઇલ પી લેતા પરિણીતા સારવારમાં


SHARE









મોરબીના પાનેલી ગામે ફિનાઇલ પી લેતા પરિણીતા સારવારમાં

મોરબી નજીકના પાનેલી ગામે રહેતી મહિલા પોતાના ઘરે ફિનાઈલ પી જતા તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે અને પરણીતાનો લગ્ન ગાળો એક વર્ષનો હોય આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસે નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના પાનેલી ગામે રહેતા રાજેશભાઈ નારણભાઈ ડાભીના પત્ની વૈશાલીબેન (ઉંમર વર્ષ ૨૨) એ પોતે પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર ફિનાઇલ પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરમાં આવેલ મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવવા અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે આ પરણીતાનો લગ્ન ગાળો એક વર્ષનો હોય અને સંતાનમાં એક દીકરી હોય બનાવની નોંધ કરીને મહિલાએ કયા કારણોસર ફીનાઇલ પી લીધું હતું તે દિશામાં હવે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.એમ.બગડા દ્વારા તપાસ શરૂ કરવામાં આવેલ છે.

જુગારી પકડાયા

મોરબીના ત્રાજપર ગામે અવાળા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી અને સ્થળ ઉપર જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૫૪૦ ની રોકડ કબજે કરી હતી અને હાલમાં બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે તેમાં દીપકભાઈ રમેશભાઈ સનુરા જાતે કોળી (૨૨)  અને કિશનભાઇ રાજેશભાઈ દુદકીયા જાતે કોળી (૨૦) રહે બંને ત્રાજપર વાળાની ધરપકડ કરવામાં આવેલ છે.1




Latest News