મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા નવમો વિનામુલ્યે નેત્ર યજ્ઞ કેમ્પ યોજાયો


SHARE









લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા નવમો વિનામુલ્યે નેત્ર યજ્ઞ કેમ્પ યોજાયો

લાયન્સ કલબ ઓફ મોરબી સિટીનાં ખજાનચી અને ચિત્રા હનુમાનજી ધૂન મંડળનાં પ્રમુખ ટી.સી.ફુલતરિયા તેમજ મનીશાબેન ત્રિભોવનભાઈ ફૂલતરીયા પરિવારના સહયોગથી લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી અને રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પીટલનાં ઉપક્રમે વિના મુલ્યે મોતિયાના ઓપરેશન માટેનો કેમ્ય પીપળીયા ચાર રસ્તા કેપી ટેક.નોનવુવન ઈન્ડિયા પ્રા.લી.ખાતે યોજાયો હતો.કેમ્પમાં કુલ ૧૩૩ દર્દીઓનું  ચેકઅપ કરવામાં આવ્યું હતું અને તેમાંથી ૨૫ જેટલા લોકોને શ્રી રણછોડદાસજી હોસ્પિટલ, રાજકોટ ખાતે  મોતિયાના ઓપરેશન માટે મોકલવામાં આવ્યા અને ૩૩ જેટલા ઓર્થોપેડીક વિભાગમાં લોકોને તપાસતા જેમાંથી ૧૦ જેટલા લોકોને  વધારાની સારવાર માટે મોરબી આયુષ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.

આ કેમ્પમાં ઉપસ્થિતિ લાયન્સ કલબ ઈન્ટરનેશનલ (સૌરાષ્ટ્ર કચ્છ) નાં દ્વિતિય વાઈસ ડિષ્ટ્રિકટ ગવર્નર રમેશભાઈ રૂપાલાએ આ કેમ્પનાં દાતા ટી.સી.ફુલતરીયા પરિવારનો આભાર વ્યક્ત કરેલ સાથે તેમણે જણાવેલકે આ  વિના મૂલ્યે નેત્રયજ્ઞ કેમ્પ દર મહિનાની ૧૦ તારીખે  પીપળીયા,ચોકડી, ખાતે માળિયા તેમજ આમરણ ચોવીસીનાં છેવાડાનાં લોકો માટે આ સેવા કેમ્પ યોજાશે. તો આ કેમપનો વધુને વધુ  લોકો લાભ લે તે માટે પ્રચાર પ્રસાર કરવા ઊપસ્થિત સર્વેને વિનંતી કરેલ.આ કેમ્પમાં લાયન્સ કલબ ઓફ મોરબી સિટીનાં સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા, ખજાનચી ટી.સી.ફૂલતરિયા, નાનજીભાઈ મોરડિયા, ભીખાભાઇ લોરિયા, એ.એસ.સુરાણી, મહાદેવભાઈ ચિખલિયા, પ્રાણજીવનભાઈ રંગપરીયા, મણીલાલ કાવર, મહાદેવભાઈ ચોખલિયા, રશ્મિકાબેન રૂપાલા, લિયો કલબના બંશી રૂપાલા, વાસુ રૂપાલા વિગેરે મેમ્બરોએ હાજર રહી કેમ્પને સફળ બનાવવા પ્રયત્ન કરેલ તેવું પ્રમૂખ જગદીશભાઈ કાવરે જણાવેલ.




Latest News