ટંકારાની લજાઇ ચોકડી પાસે ઘડીયાલના કારખાનામાંથી ઘડીયાલની ચોરી કરનારા બે શખ્સ ઝડપાયા
SHARE
ટંકારા તાલુકાના લજાઇ ગામ પાસે આવેલ ઘડિયાળના કારખાનાની અંદર તસ્કરોએ ઘડિયાળના જુદા જુદા મોડલ તેમજ અન્ય સામગ્રીની ચોરી કરી હતી જેથી કુલ મળીને ૧૦,૫૦૦ ના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હોય કારખાનેદારો દ્વારા ટંકારા ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને બે આરોપીને ચોરાઉ મુદામાલ સાથે પકડી લીધેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના લજાઇ ગામ પાસે આવેલ સેટીવન કવારેટઝ કારખાનાના માલિક કૌશિકભાઇ ભીમજીભાઇ કાનાણી જાતે પટેલ (૨૫) એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓનું લજાઈ ચોકડી પાસે સેવીટન કવાર્ટઝ નામનું કારખાનું આવેલ છે જેમાંથી અલગ-અલગ મોડેલની ૨૦ ઘડિયાળ જેના જેની કિંમત ૬૦૦૦ રૂપિયા તેમજ નાના મોટા કાચ જેની કિંમત ૪૦૦૦ અને ફોટો ફ્રેમ પાંચ જેવી કિંમત ૫૦૦ રૂપિયા આમ કુલ મળીને ૧૦,૫૦૦ ના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે ચોરાઉ ઘડિયાળ સહિતના મુદ્દામાલ સાથે હાલમાં સોહીલ સત્તારભાઇ ભાણુ રહે કલ્યાણપુર તાલુકો ટંકારા અને દિનેશ નાનજીભાઇ જાદવ રહે ટંકારાી વાળાની ધરપકડ કરેલ છે અને આ ચોરીના ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે