ટંકારાની લજાઇ ચોકડી પાસે ઘડીયાલના કારખાનામાંથી ઘડીયાલની ચોરી કરનારા બે શખ્સ ઝડપાયા
મોરબીના ભરતનગર પાસે આઇટીઆઇમાંથી ૪૮૦૦૦ ના મુદામાલની ચોરી
SHARE
મોરબી માળીયા હાઈવે ઉપર આવેલ ભરતનગર ગામ પાસે આઇટીઆઇને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ત્યાંના ટ્રેડમાંથી જુદી જુદી ચીજવસ્તુઓ અને સાદન સામગ્રી મળીને ૪૮ હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને તેના કર્મચારી દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે જરૂરી છે
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે ટંકારાના ગાયત્રીનગરમાં રહેતા અને આઈટીઆઇમાં ફરજ બજાવતા પ્રભુભાઈ સુંદરજીભાઈ ઘેટીયા જાતે પટેલ (ઉંમર ૫૭) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે મોરબીના ભરતનગર ગામ પાસે આઇટીઆઇ આવેલ છે જેના વર્કશોપમાંથી જુદી જુદી વસ્તુઓની ચોરી કરવામાં આવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે ફીટર અને ટર્નર રૂમના તાળાં તોડીને તેમાં પ્રવેશ કરીને અજાણ્યા શખ્સ દ્વારા ત્યા રાખવામાં આવેલ અલગ અલગ ચીજ વસ્તુઓ તેમજ સાધનસામગ્રી મળીને ૪૮ હજાર રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવી છે જેથી કરીને પોલીસે ચોરીની ફરીયાદ નોંધીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે