મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના બંધુનગર પાસેથી અજાણ્યા વૃધ્ધની લાશ મળી


SHARE











મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ બંધુનગર ગામ પાસે પેગવીન સીરામીક નજીકથી અજાણ્યા ૬૫ વર્ષના વૃદ્ધનો મૃત હાલતમાં મળી આવ્યો હતો આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મૃતકની બોડીને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી અને મૃતકની ઓળખ મેળવવા માટેની તજવીજ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હતી 

 

જાણવા મળતી વિગત મુજબ મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ બંધુનગર ગામ પાસે પેગવીન સિરામિક નજીક અજાણ્યા ૬૫ વૃદ્ધનું કોઈ કારણસર મૃત્યુ  થયુ હોય તેની લાશ પડી હોવા અંગેની માવજીભાઈ પ્રજાપતિએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વૃદ્ધના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને મૃતક વૃધ્ધની ઓળખ મેળવવા માટે થઈને મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી હતી 

 

યુવતી ગુમ

 

વાંકાનેર તાલુકાના રંગપર ગામે રહેતા લક્ષ્મીબેન દેવજીભાઈ વાઘેલા (ઉમર ૨૦) ગત તારીખ ૧૦/૯ ના રોજ પોતાના ઘરેથી વાંકાનેર મિટિંગમાં જવાનું છે તેવું કહીને રંગપર ગામના પીક-અપ બસ સ્ટેન્ડથી ગયા હતા ત્યારબાદ તેઓ હજુ સુધી ઘરે પરત આવેલ નથી જેથી કરીને લક્ષ્મીબેનના પિતા દેવજીભાઈ હીરાભાઈ વાઘેલા (ઉંમર વર્ષ ૫૦) એ હાલમાં પોતાની દીકરી ગુમ થઈ હોવા અંગેની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News