મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામે જુગાર રમતા છ જુગારી પકડાયા


SHARE









મોરબીના મકનસર ગામે જુગાર રમતા છ જુગારી પકડાયા

મોરબી નજીકના મકાનસર ગામે સ્મશાનની પાછળના ભાગમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગરની રેડ કરવામાં આવતા ૬ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૨૮૫૦ ની રોકડ તેની પાસેથી કબજે કરી હતી અને જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

જાણવા મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામ પાસે સ્મશાનની પાછળના ભાગમાં જુગાર રમતા હોવાની બાતમી સ્થાનિક પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગની રેડ કરી હતી ત્યારે ધીરજભાઈ ડાયાભાઈ પરમાર, રાજેશભાઈ જમનભાઈ પરમાર, જયરામભાઈ રાણાભાઇ સોલંકી, દિનેશભાઈ રવજીભાઈ પરમાર, હમીરભાઈ કુબેરભાઈ પરમાર અને પ્રદીપભાઈ જહરનાથ પાન જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૨૮૫૦ ની રોકડ કબજે કરી હતી અને આ શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

દેશીદારૂ

મોરબીની રાજપર ચોકડી પાસેથી સ્કૂટર નંબર જીજે ૧૦ સીક્યુ ૯૯૯૯ પસાર થઈ રહ્યું હતું ત્યારે સ્કૂટરને રોકીને પોલીસે ચેક કરતા તે શખ્સ પાસેથી નવ લીટર દેશી દારૂ મળી આવ્યો હોય ૧૮૦ રૂપિયાની કિંમતનો દારુ તથા ૨૦૦૦૦ રૂપિયાનું સ્કૂટર અને ૬૦૦૦ રૂપિયાના બે મોબાઈલ ફોન આમ કુલ મળીને પોલીસે ૨૬૧૮૦ રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે મુકેશસિંહ ઉર્ફે ભાણુભા ભીખુભા જાડેજા જાતે દરબાર (૪૨) રહે. સનાળા નીતિનનગર વાળાની ધરપકડ કરેલ છે અને તેને આ દારૂનો જથ્થો મહિપાલસિંહ ઘનુભા જાડેજા રહે. સખત સનાળા વાળાએ આપ્યો હોવાનું સામે આવતા તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે




Latest News