મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબીના ઉંચી માંડલ ગામે પ્લોટનો કબ્જો કરી લેનારા બે શખ્સોની લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધરપકડ


SHARE









મોરબીના ઉંચી માંડલ ગામે પ્લોટનો કબ્જો કરી લેનારા બે શખ્સોની લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધરપકડ

મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે રહેતા યુવાનને આવાસના બાંધકામ માટે ઘરથાળમાં મળેલ પ્લોટ ઉપર બે શખ્સો દ્વારા ગેરકાયદેસર કબજો કરીને પ્લોટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેથી કરીને યુવાન દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે આ ગુનામાં બંને આરોપીને ઝડપી લીધેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે રહેતા અને છૂટક મજૂરી કામ કરતા ભાવેશભાઈ કાળુભાઈ ચાવડા (૩૭)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઉકાભાઇ રામજીભાઈ બોડાણા અને મનસુખભાઈ રામજીભાઈ બોડાણા રહે. બંને ઊંચી માંડલ વાળા સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યું હતું કે, ઊંચી માંડલ ગામ તળમાં આવાસ બનાવવા માટે તેને ઘર થાળમાં પ્લોટ નંબર ૨૫ સો ચોરસ વારનો પ્લોટ મળેલ છે જે પ્લોટ ઉપર આરોપીઓએ જમીન પચાવી પાડવા માટે થઈને ગેરકાયદેસર કબજો કર્યો છે અને તેનો ઉપયોગ કરી રહ્યા છે જેથી કરીને યુવાન દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી

 

દરમ્યાન મોરબી જિલ્લાના ગંભીર ગુનામાં સંડોવાયેલ નાસતા ફરતા અટક કરવાના બાકી આરોપીઓ પકડી પાડવા સુચના આપવામાં આવી છે જેથી કરીને એલસીબીના પીઆઇ ડી.એમ. ઢોલની સૂચના મુજબ સ્ટાફ કામ કરે છે ત્યારે પૃથ્વીસિંહ જાડેજા, જયવંતસિંહ ગોહીલ તથા દશરથસિંહ ચાવડાને હકિકત મળેલ હતી કે, મોરબી તાલુકામાં ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ ની કલમ-૪(૧) (૩), પ(ગ) મુજબના ગુનાના કામે સંડોવાયેલ અટક કરવાના બાકી આરોપીઓ હાલ કચ્છના લોદ્રાણી (વેણુસર વાંઢ) તાલુકો રાપર ખાતે રહેતા છે જેથી કરીને હકિકત વાળી જગ્યાએ તપાસ કરતા  લેન્ડ ગ્રેબિંગના ગુનામાં બે આરોપીઓની ધરપકડ કરેલ છે જેમાં વશરામભાઇ રામજીભાઇ બોડાણા (૫૦) અને મનસુખભાઇ રામજીભાઇ બોડાણા (૪૫) રહે. બન્ને હાલ લોદ્રાણી (વેણુસર વાંઢ) ડાયાભાઇ રૂડાભાઇ બાયડના મકાનમાં ભાડેથી તાલુકો રાપર જીલ્લો પૂર્વ કચ્છ વાળાનો સમાવેશ થાય છે અને આ કામગીરી પીઆઇ ડી.એમ. ઢોલની સૂચના મુજબ પીએસઆઈ કે.જે.ચૌહાણ, એન.એચ. ચુડાસમા, એ.ડી.જાડેજા અને સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી




Latest News