મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

કુદરતના કહેર વચ્ચે માનવતાની મહેક: મોરબીના જલારામ મંદિરે ભોજનની વ્યવસ્થા કરી


SHARE









કુદરતના કહેર વચ્ચે માનવતાની મહેક: મોરબીના જલારામ મંદિરે ભોજનની વ્યવસ્થા કરી

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતાં મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા હરહંમેશ કુદરતી આફત સમયે અવિરત સેવા અર્પણ કરવા માં આવે છે ત્યારે પ્રવર્તમાન સમયે સમગ્ર ગુજરાત પર બિપરજોય વાવાઝોડાં નુ સંકટ તોડાઈ રહ્યુ છે. રાજ્ય સરકાર તેમજ સ્થાનિક પ્રશાસન રાઉન્ડ ધ ક્લોક એક્શન મોડમાં આવી ગયેલ છે ત્યારે મોરબી જીલ્લા ના નવલખી બંદરની આસપાસના વિસ્તારોમાં સ્થળાંતર પ્રક્રિયા પૂરજોશ માં ચાલી રહી છે એવા સમયે સ્થાનિક પ્રશાસન સાથે ખભેખભો મિલાવી મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા અસરગ્રસ્તો તેમજ સ્થળાંતરિતો માટે બંને ટાઈમ ભોજન પ્રસાદ ની વ્યવસ્થા આવી રહી છે. મોરબી જલારામ પ્રાર્થના મંદિરના અગ્રણીઓ ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, અનિલભાઈ સોમૈયા, પ્રવિણભાઈ કારીયા, સુનિલભાઈ પુજારા, સચિનભાઈ કાનાબાર, જયંતભાઈ રાઘુરા દ્વારા નવલખી ના જુમ્માવાડી વિસ્તારના સ્થળાંતરિતો માટે ભોજન પ્રસાદની વ્યાવસ્થા કરવામાં આવી હતી. અને આ પરિસ્થિતી સામાન્ય ન થાય ત્યાં સુધી બંને ટાઈમ અસરગ્રસ્તો માટે ભોજન પ્રસાદ યોજવામાં આવશે તેમ સંસ્થાના અગ્રણીઓએ જણાવ્યુ હતું.




Latest News