મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી : મંત્રી કનુભાઈ દેસાઈએ સરવડ ખાતેના રેપિડ રિસપોન્સ સેન્ટરની મુલાકાત લીધી


SHARE







મોરબી : મંત્રી કનુભાઈ દેસાઈએ સરવડ ખાતેના રેપિડ રિસપોન્સ સેન્ટરની મુલાકાત લીધી

બિપરજોય વાવાઝોડાના પગલે મંત્રી કનુભાઈ દેસાઈએ વાવાઝોડાના પગલે આઇડેન્ટિફાઇ કરાયેલ રેપિડ રિસ્પોન્સ સેન્ટર સરવડની મુલાકાત લઈ કરાયેલી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું.સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કરાયેલ વિવિધ વ્યવસ્થાઓ જેવી કે, એમ્બ્યુલન્સ, ડોક્ટર્સની ટીમ, દવાઓ વગેરેનું મંત્રીએ વિશ્લેષણ કરી ત્યાંના મેડિકલ ઓફિસર નિરાલી ભાટિયા તેમજ અન્ય સ્ટાફ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.

મંત્રીએ જણાવ્યું હતું કે, એવી સગર્ભા બહેનો કે, જેમની સંભવિત ૧ થી ૧૦ દિવસની અંદર ડિલિવરી થાય એમ હોય તેવા બહેનોને આઈડેન્ટીફાઈ કરવા આસપાસના ૧ થી ૧૦ કિલોમીટરના દાયરામાં આવેલ ગામોનો સર્વે કરી તેવા બહેનોને સમજાવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જરૂરી મેડિકલ સુવિધાઓ સાથે રાખવા જરૂરી કાર્યવાહી કરવામાં આવે તે ખૂબ જરૂરી છે. મંત્રીશ્રીએ સ્થળાંતર માટે એક એસેમ્બલી પોઈન્ટ બનાવવા જણાવ્યું હતું કે, જ્યાં વધુમાં વધુ લોકોના રહેવા જમવાની સુવિધા સાથે સ્થળાંતર કરી શકાય.ઉલ્લેખનિય છે કે, સરવડ રેપીડ રિસ્પોન્સ સેન્ટર ખાતે આરોગ્ય પીજીવીસીએલ, સિંચાઈ આર એન્ડ બી સહિત વિભાગના ૮ અધિકારીઓને ફરજ સોંપવામાં આવી છે. આ અધિકારીઓ સ્થળ પર ૨૪/૭  ઉપલબ્ધ રહેશે.આ મુલાકાત દરમિયાન મંત્રી સાથે મોરબી જિલ્લા પ્રભારી સચિવ મનિષા ચંદ્રા, જિલ્લા કલેક્ટર જી. ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, હળવદ-માળીયા પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી કવિતા દવે, જિલ્લા શિક્ષણ અધિકારી નિલેશ રાણીપા, માળિયા મામલતદાર બી.જે. પંડ્યા, અગ્રણી રણછોડભાઈ દલવાડી, બાબુભાઈ હુંબલ, જ્યોતિસિંહ જાડેજા  વગેરે ઉપસ્થિત રહ્યા હતા.






Latest News