મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબીના આશ્રયસ્થાનોમાં હેલ્થ ચેકઅપની કામગીરી કરાઇ


SHARE









મોરબીના આશ્રયસ્થાનોમાં હેલ્થ ચેકઅપની કામગીરી કરવામાં આવી

મોરબી જિલ્લામાં વાવાઝોડાની અસર થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે બિપરજોય વાવાઝોડા સંદર્ભે સંભવિત અસરગ્રસ્ત ગામોના લોકોની સલામતી માટે જિલ્લા વહિવટી તંત્ર તેમજ સામાજિક સંસ્થાના સહયોગથી આશ્રયસ્થાનો ઉભા કરવામાં આવ્યા છે. જેમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થળાંતરની કામગીરી કરવામાં આવી રહી છે. મોરબીમાં સોલંકીનગર અને ઝીંઝુડા ગામ ખાતે આશ્રયસ્થાનની આમરણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર અને ટીમ દ્વારા મુલાકાત કરવામાં આવી હતી. જેમાં ૩૪ આશ્રિત લોકોના હેલ્થ ચેક અપની કામગીરી કરવામાં આવી હતી.

વાવાઝોડાની અન્વયે કર્મચારીઓને કામગીરી સોંપાઈ
મોરબી જિલ્લામાં હવામાન ખાતા તરફથી તારીખ ૧૬-૬-૨૩ સુધી મોરબી જિલ્લામાં બિપરજોય વાવાઝોડાની આગાહી આપવામાં આવેલ છે. જેની તકેદારીના ભાગરૂપે કર્મચારીઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક કામગીરી કરવા અને આવતી આપત્તિને પહોંચી વળવા માટે ફરજ સોંપણી કરવામાં આવી છે. મોરબી જિલ્લાના માળિયા(મિ.) તાલુકાના વવાણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એચ. એચ.વાઘેરા, સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એ.ડી. વિઠલાણી , ખાખરેચી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે  યુ. ટી. પનારા ફરજ બજાવશે.બિપરજોય વાવાઝોડા અન્વયે સંભવિત પરિસ્થિતીને પહોંચી વળવા તૈયારી સાથે સાવચેત રહેવા તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન મુજબ કામગીરી કરનાર છે.




Latest News