મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર રોડે મિલકતની વાત કરવા ગયેલા આધેડને તેના ભાઇ-ભાભીએ માર માર્યો


SHARE









મોરબીના આલાપ રોડ ઉપર રહેતા આધેડે તેના ભાઈની સાથે મિલકત બાબતે વાત કરવા માટે થઈને શહેરના રવાપર રોડ પર આવેલ શાંતિભુવન એપાર્ટમેન્ટની બાજુમાં તેના ભાઇ રહે છે ત્યા ગયા હતા ત્યારે ભાઈએ બોલાચાલી કરીને કુહાડીનો છુટો ઘા માર્યો હતો અને ભાભીએ તેન ગાલ ઉપર લાફા માર્યા હતા જેથી આધેડે હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ મૂળ ટંકારા તાલુકાના નસીતપર ગામના રહેવાસી અને હાલમાં મોરબીના આલાપ રોડ ઉપર આવેલ ધ્રુવ લખેલા મકાનમાં રહેતા વસંતભાઈ જશવંતભાઈ જાલરીયા જાતે પટેલ (ઉંમરમાં ૫૪) તેના પોતાના ભાઈ રવાપર રોડ ઉપર શાંતિ ભુવન એપાર્ટમેન્ટની બાજુની શેરીમાં રહેતા હોય તેમના ભાઈ જીતેન્દ્રભાઈ જશવંતભાઈ પાસે મિલકતની વાત કરવા માટે ગયા હતા ત્યારે જીતેન્દ્રભાઈ ઉશ્કેરાઇ ગયા હતા અને જેમ ફાવે તેમ તેને ગાળો આપી હતી અને ત્યારબાદ કુહાડીનો છુટો ઘા માર્યો હોવાથી વસંતભાઈને આંખની નીચેના ભાગમાં ઇજા થઇ હતી અને તેના ભાભી જોસનાબેને તેઓને લાફા માર્યા હતા જેથી કરીને હાલમાં ભોગ બનેલા વસંતભાઈએ તેના ભાઇ અને ભાભીની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે

પીસ્તોલ મળી

મોરબી રવાપર રોડ પર આવેલ પંચવટી સોસાયટી શેરી નંબર -૧ ની અંદર જીતેન્દ્રભાઈ જાલરીયા જાતે પટેલ (૪૮) ના રહેણાક મકાનમાં પોલીસે દ્વારા ઝડતી લેવામાં આવી હતી ત્યારે તેના ઘરમાંથી ગેરકાયદેસર લાયસન્સ વગર સેમી ઓટોમેટિક હાથ બનાવટની પિસ્તોલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૦ હજાર રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કરીને તેની સામે આર્મસ એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News