મોરબીના શોભેશ્વર રોડે કારખાનામાં યુવાને અંતિમ પગલુ ભર્યુ : મોત મોરબી નજીક હોટલના રૂમમાં ખેવારિયા ગામના યુવાને અનંતની વાટ પકડી મોરબીમાં કોરલ ગોલ્ડ ટાઇલ્સ નામનું કારખાનું ધરાવતા ઉદ્યોગપતિ સાથે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટરના નામે 98 લાખની છેતરપિંડી મોરબીમાં યુવાનને ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી, જાનથી મારી નાખવાની ધમકી હળવદના ટીકર રણમાં કૂવો ગાળતા સમયે ગેસ ગળતર થતાં એક યુવાનનું મોત, બે સારવારમાં ટંકારાના સરાયા ગામે ઘોડી દૂર ચલાવવાનું કહેતા યુવાન સહિત બે વ્યક્તિને ઘોકા વડે માર માર્યો ટંકારાના વીરપર પાસે કાર ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું મોત મોરબીમાં ઘરમાંથી દારૂની 20 બોટલો ઝડપાઇ, આરોપીની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેર બ્રહ્મ સમાજ ગણેશોત્સવમાં Baps સ્વામિનારાયણ સંસ્થાનાં સંતો પધાર્યા 


SHARE





























વાંકાનેર બ્રહ્મ સમાજ ગણેશોત્સવમાં Baps સ્વામિનારાયણ સંસ્થાનાં સંતો પધાર્યા 

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેરમાં ગણેશોત્સવની ભક્તિભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે બ્રહ્મ સમાજ કા રાજ દુલારા ગણેશ પંડાલ ખાતે Baps સ્વામિનારાયણ સંસ્થાનાં સંતોએ ખાસ પધરામણી કરતા ભાવિકોએ આશીર્વચનનો લાભ લીધો હતો.
વાંકાનેર સમસ્ત બ્રહ્મસમાજ અગ્રણી ભરતભાઈ ઓઝા દ્વારા સ્ટેચ્યુ સર્કલ પાસે સમસ્ત બ્રહ્મ સમાજ કા રાજ દુલારા ગણેશ પંડાલ ખાતે ભક્તિભાવ પૂર્ણ ગણેશોત્સવ ઉજવણી કરવામાં
આવી રહી છે ત્યારે આ ધાર્મિક કાર્યક્રમનાં નિમંત્રણ અન્વયે મોરબી ક્ષેત્રનાં સંત નિર્દેશક હરિસ્મરણ સ્વામી તથા મંગલપ્રકાશ સ્વામીની ગણેશોત્સવમાં ખાસ પધરામણી કરવામાં આવી હતી અને તેઓના વરદ હસ્તે આરતી કરવામાં આવી હતી, અગ્રણીઓ હસ્તે સંતોનું  સન્માન કરવામાં આવ્યું હતું, હરિસ્મરણ સ્વામીએ આશીર્વચન પાઠવતા કહ્યું હતું કે ગણેશજીનું સ્વરૂપ આપણને અનેક પ્રેરણા આપે છે,આજે કોઈ કોઈનું સાંભળતું નથી ત્યારે ગણેશજીનાં મોટા કાન આપણને સામી વ્યક્તિની વાત સાંભળવાની પ્રેરણા આપે છે, વિશ્વવંદનીય સંત પુજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહેતા સામા વ્યક્તિની વાત સાંભળવી, યોગ્ય વાત એ ન સમજે તો આપણે સમજી જવું. આ તકે ભરતભાઈ ઓઝા દ્વારા સંતોનું સન્માન કરાયું હતું, રાજકોટથી બ્રહ્મ સમાજઅગ્રણી જીતુભાઈ મહેતા, વાંકાનેર બ્રહ્મ સમાજનાં પુષ્કરભાઈ ત્રિવેદી, અમિતભાઈ મઢવી, રાજુભાઈ રાજગોર, અમિતભાઈ ભટ્ટ, રાજુભાઈ રાવલ, દુષ્યંતભાઈ ઠાકર, યોગીભાઈ વ્યાસ, મહેંદ્રભાઈ આચાર્ય, રમેશભાઈ (કવિ), ઉદ્યોગપતિ ગિરીશભાઈ કાનાબાર, વાંકાનેર Baps મંડળનાં અગ્રણી જયેશભાઈ રામાણી, હંસાબેન રામાણી હાજર રહ્યા હતાં.
















Latest News