મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબીમાં બાઈક સાથે છોટા હાથી અથડાવાના બનાવનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીક્યા


SHARE









મોરબીમાં બાઈક સાથે છોટા હાથી અથડાવાના બનાવનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીક્યા

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ બાપા સીતારામની મઢુલી પાસે યુવાનને રોકીને તારા ભાઈએ મારા બાઈક સાથે છોટા હાથી અથડાવેલ તેમ કહીને તે બાબતનો ખાર રાખીને વાવડી રોડ ઉપર આવેલ કારીયા સોસાયટીમાં રહેતા શખ્સે પોતાની પાસે રહેલ છરી વડે યુવાન ઉપર હુમલો કર્યો હતો અને તેને પેટ અને સાથળના ભાગે છરીના ઘા ઝીકયા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાનને મોરબી સિવિલ બાદ રાજકોટ લઇ જવાયો હતો અને સારવાર લીધા બાદ હાલમાં યુવાન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ શિવમપાર્ક સોસાયટીમાં રહેતા દિનેશભાઈ મલાભાઇ નકુમ જાતે સતવારા (૨૭)એ હાલમાં મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કારીયા સોસાયટીમાં રહેતા લાભુભાઈ મેઘાભાઈ ગઢવી સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ બાપાસીતારામની મઢુલી પાસે આરોપીએ તેને રોકીને "તારા ભાઈ જયચંદે મારા મોટરસાયકલ સાથે છોટા હાથી કેમ અથડાવેલ..?" તેમ કહીને તે જુની બાબતનો ખાર રાખીને આરોપીએ ગાળો આપી હતી અને ત્યારબાદ છરી વડે હુમલો કર્યો હતો અને ત્યારે ફરિયાદી યુવાનને પેટ અને સાથળના ભાગે છરીના બે ઘા ઝીકી દીધા હતા અને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News