મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

પુન:વ્યાજંકવાદ : મોરબીમાં ૯૪ લાખ રૂપિયા વ્યાજે લેનારા જમીન મકાનના દલાલ પાસે વ્યાજની ચાર શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી-જાનથી મારી નાખવાની ધમકી


SHARE









પુન:વ્યાજંકવાદ : મોરબીમાં ૯૪ લાખ રૂપિયા વ્યાજે લેનારા જમીન મકાનના દલાલ પાસે વ્યાજની ચાર શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી-જાનથી મારી નાખવાની ધમકી

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ વિવેકાનંદ નગરમાં રહેતા અને જમીન મકાનની દલાલી નું કામ કરતા યુવાને અલગ અલગ ચાર વ્યક્તિઓ પાસેથી સમયાંતરે પોતાને પૈસાની જરૂરિયાત હોય ૯૪ લાખ રૂપિયા લીધા હતા જેની સામે તેણે વ્યાજખોરોને લાખો રૂપિયાની રકમ ચૂકવી દીધી હોવા છતાં પણ તેની પાસેથી વધુ રૂપિયા પડાવવા માટે થઈને વ્યાજખોરો દ્વારા તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે તેમજ તેનું મકાન સહિતની મિલકતો નોટરીની ઓફિસે લઈ જઈને બળજબરીપૂર્વક લખાવી લેવામાં આવી છે તથા બેંકના કોરા ચેક પણ તેની પાસેથી લેવામાં આવ્યા હોય ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સો ની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ વિવેકાનંદ નગરમાં રહેતા અને જમીન મકાનની કામ કરતા મીઠાભાઈ ગોવિંદભાઈ સોનાગ્રા જાતે સતવારા(૪૭)એ હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લાલાભાઇ ગોવિંદભાઈ રબારી રહે વજેપર, લખમણભાઇ મેપાભાઇ રબારી રહે વાવડી રોડ ન્યુ ગાયત્રી નગર મોરબી, રાજુભાઈ બોરીચા રહે આનંદનગર મોરબી અને પબુભા દરબાર રહે આનંદનગર મોરબી વાળા ની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે સમયાંતરે તેને પૈસાની જરૂરિયાત હોવાથી લાલાભાઇ ગોવિંદભાઈ રબારી પાસેથી તેણે ૫૦ લાખ રૂપિયા લીધા હતા જેની સામે તેણે અત્યાર સુધીમાં ૬૦ લાખ જેટલી રકમ ચૂકવી આપી છે તો પણ તેની પાસેથી ૫૦ લાખની પેનલ્ટી સહિતની રકમ વસૂલ કરવા માટે થઈને વારંવાર પઠાણી ઉઘરાણી કરવામાં આવે છે તેવી જ રીતે લખમણભાઇ મેપાભાઇ રબારી પાસેથી તેણે દસ લાખ રૂપિયા લીધા હતા જોકે તેની પાસેથી ૧૫ લાખ રૂપિયાનું લખાણ કરવામાં આવ્યું હતું અને તેની પાસેથી તે સમયે રાજકોટ ડિસ્ટ્રીક બેંકના કોરા ચેકમાં બળજબરીપૂર્વક સહી કરાવી લેવામાં આવી હતી અને આ રકમની સામે દરરોજનું ૧૨૦૦ રૂપિયા લેખે વ્યાજ ચૂકવવાનું થતું હતું અને તેણે ૬ લાખ ચૂકવી દીધા હોવા છતાં પણ પેનલ્ટી ગણીને તેની પાસેથી ૧૫ લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે અને તેના ઘરે આવીને તેના પરિવારજનોને ગાળો આપીને મારા રૂપિયા નહીં આપે તો તમે જાનથી મારી નાખીશ તેવી ધમકી આપવામાં આવી રહી છે.

તો રાજુભાઈ બોરીચા અને પબુભા દરબાર પાસેથી તેના મિત્ર બાલુભાઈ પટેલ મારફતે ૧૫ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને જેની સામે તેણે ચાર લાખ જમા કરાવ્યા હતા અને તેમાં ૯૦ હજાર રૂપિયા વ્યાજ હતું જો કે ત્યારબાદ ફરી તેને પૈસાની જરૂર પડતા આ બંને પાસેથી પાંચ લાખ રૂપિયા ૧૨ ટકા વ્યાજે લીધા હતા અને થોડા દિવસ બાદ ફરી રૂપિયાની જરૂર પડતા વધુ ત્રણ લાખ રૂપિયા લીધા હતા અને જેનું રોજનું ૧૦૦૦ રૂપિયા લેખે વ્યાજ ચૂકવવાનું હતું આમ પબુભા દરબાર અને રાજુભાઈ બોરીચા પાસેથી આ યુવાને ૧૯ લાખ રૂપિયા આજે લીધા હતા જેનું દર મહિને ૨,૦૧,૦૦૦ વ્યાજ ચૂકવતો હતો જોકે ત્યારબાદ આ યુવાનને આ શખ્સોએ લાતિ પ્લોટ મેઇન રોડ ઉપર ઓફિસ આવેલ છે ત્યાં બોલાવીને ધમકાવીને તારા મકાનનું લખાણ કરવું પડશે તેમ કહીને નકલંક હોસ્પિટલ પાસે આવેલ નોટરીની ઓફિસે લઈ ગયા હતા અને ત્યાં તેની પાસેથી મકાનનું નોટરી લખાણ કરાવી દીધેલ છે અને રાજકોટ ડિસ્ટ્રીક બેંકના તેમજ બીઓઆઇ ના કુલ મળીને આઠ કોરા ચેકમાં સહી કરાવી લીધેલ છે અને ઘરે આવીને તેમજ મોબાઇલ ફોન ઉપર બળજબરીથી વ્યાજના રૂપિયા ની ઉઘરાણી કરી ગાળો આપીને પરિવારને તથા તેને મારી નાખવાની ધમકી આપવામાં આવે છે જેથી કરીને ભોગ બનેલા યુવાનની ફરિયાદ લઈને હાલમાં પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News