મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ઘુડખર અભ્યારણ્યમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ 


SHARE









મોરબી જીલ્લામાં ઘુડખર અભ્યારણ્યમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ 

આગામી ૧૫ ઓક્ટોબર સુધી ઘુડખર અભ્યારણ્યમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું ઘુડખર અભ્યારણ્ય, ધ્રાંગધ્રાના નાયબ વન સંરક્ષક દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

જાહેરનામા અનુસાર રાજ્ય સરકાર દ્વારા તા.૧૨-૦૧-૧૯૭૩ના જાહેરનામા થી ગુજરાતના વન્યપ્રાણી અને પક્ષીઓના સંરક્ષણ બાબતના અધિનિયમ અન્વયે, કચ્છનું નાનું રણ આઇલેન્ડ-બેટ સહિત તથા કચ્છના નાના રણ અને તેને લાગુ આવેલા સરકારી પડતર ખરાબાઓના વિસ્તારને અભ્યારણ્ય, શિકાર પ્રતિબંધિત આશ્રયસ્થાન ઘુડખર (જંગલી ગધેડાઓ)ના અભ્યારણ્ય તરીકે જાહેર કરેલ છે. આ અભ્યારણ્યમાં વિવિધ પ્રકારના વન્યપ્રાણીઓ વસવાટ કરે છે. જેથી બિન અધિકૃત વ્યક્તિઓ વાહનો લઇને કે પગપાળા અભ્યારણ્યમાં પ્રવેશ કરવો નહીં. ઉપરાંર સ્થાનિક લોકોએ દિવસ દરમિયાન ૨૦ કિ.મી. થી વધુ ઝડપે કોઇએ વાહન ચલાવવા નહીં. તેમ છતાં આવા કોઇ ઇસમો માલુમ પડશે તો તેમની સામે વન્ય પ્રાણી સંરક્ષણ ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ ઘુડખર અભ્યારણ્ય, ધ્રાંગધ્રાના નાયબ વન સંરક્ષક ડો. ડી. એફ. ગઢવી દ્વારા જાહેરનામું બહાર પાડી જણાવવામાં આવ્યું છે.




Latest News