મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ઇન્દિરાનગરમાં જુગાર રમતા બે મહિલા સહિત ત્રણ પકડાયા


SHARE









 

મોરબીના ઇન્દિરાનગરમાં જુગાર રમતા બે મહિલા સહિત ત્રણ પકડાયા

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ઇન્દિરાનગરમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા બે મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિઓ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૬૬૦ ની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી બી ડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં જાહેરમાં શેરીમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર હકેશભાઈ સોમાભાઈ પુરબીયા (૩૦) રહે વિદ્યુતનગર મોરબી, જયાબેન ગોરધનભાઈ માજુસા (૪૦) રહે. ઇન્દિરાનગર અને ભાવનાબેન ભગવાનભાઈ અગેચાણીયા (૫૫) રહે. વિદ્યુતનગર મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે બે મહિલા સહિત કુલ ત્રણ જુગારીને પકડીને તેની પાસેથી ૧૬૬૦ ની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

રિક્ષા પલટી

મોરબીના મહેન્દ્રનગર ગામથી ઘુટુ ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ આઈટીઆઈ પાસેથી રીક્ષા પસાર થઈ હતી ત્યારે તે રીક્ષા અકસ્માતે પલટી મારી ગઈ હતી જેથી રિક્ષામાં બેઠેલ જાગૃતીબેન રાજેશભાઈ ચૌહાણ (૪૫) રહે. યમુનાનગર સોસાયટી નવલખી રોડ વાળાને માથાના ભાગે ઇજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલ મહિલાને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ અકસ્માતના બનાવ અંગેની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જશપાલસિંહ ચલાવી રહ્યા છે




Latest News