મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનમાંથી નિલેશ એરવાડીયાને આંદોલન સમિતિએ તાત્કાલિક છૂટા કર્યા મોરબીમાં બાઈક પાર્કમાં બબાલ, યુવક ઉપર છરી-ધોકાથી હુમલો મોરબીમાં યુવતી કહ્યા વગર ગુમ : પોલીસ દ્વારા શોધખોળ શરૂ મોરબીના મહેન્દ્રનગરની યુવતી ગુમ, ટીંબડી નજીકના ફાયરીંગમાં આરોપીની ધરપકડ પોલીસની ધાક કયાં ? : માળીયા મિયાણામાં લગ્ન પ્રસંગે થયેલ બોલાચાલીનું વેર લેવા બાઈક સાથે કાર અથડાવી પાઇપ વડે હુમલો-ભાગવા જતા બંદૂકથી ફાયરિંગ ! માળિયા મિયાણા માટે મોટી ખુશખબર: ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ ને માળિયા સ્ટેશન પર સ્ટોપેજની સત્તાવાર મંજૂરી મોરબીના લાલપર ગામ પાસે કારખાનામાં કુડીમાં નાહવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત મોરબીમાં નજીવી વાતમાં યુવાનને જાહેરમાં પટ્ટા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીના હળવદ રોડે રૂપિયાની લેતી દેતી બાબતે મસાજ પાર્લર પાસે યુવાનને માર માર્યો


SHARE









મોરબીના હળવદ રોડે રૂપિયાની લેતી દેતી બાબતે મસાજ પાર્લર પાસે યુવાનને માર માર્યો

મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ મસાજ પાર્લર પાસે પૈસાની લેવડદેવડ બાબતે બોલાચાલી થઈ હતી ત્યારબાદ મારામારીનો બનાવ બન્યો હતો તેમાં ઈજા પામેલા યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ જામનગરના રહેવાસી રાજુભાઈ રામચંદ શર્મા (૪૫) નામના યુવાનને મોરબી હળવદ હાઇવે ઉપર ઉંચી નીચી માંડલ વચ્ચે આવેલ એ.આર. મસાજ પાર્લર પાસે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની  રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.પી. પટેલ ચલાવી રહ્યા છે વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે ઇજા પામેલ યુવાનને પૈસા લેવાના નીકળતા હોય તે બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારે તેને માર મારવામાં આવ્યો હતો.

ટીકડા ખાઈ જતા સારવારમાં

મોરબી તાલુકાના બીલીયા ગામે રહેતી ઉર્વશીબેન ઠાકરશીભાઈ ભીમજીભાઈ સાણંદિયા નામની ૨૦ વર્ષની યુવતી બીલીયા ગામે કોઇ કારણોસર ઘંઉમાં નાંખવાના ટીકડા ખાઇ જતા તેણીને સારવાર માટે મંગલમ હોસ્પિટલે લાવવામાં આવી હતી બનાવને પગલે તાલુકા પોલીસ મથકના અર્જુનસિંહ ઝાલા દ્વારા તપાસ ચલાવવામાં આવી હતી.

મારામારીમાં ઈજા

મોરબી તાલુકાના આમરણ ગામે રહેતા શબ્બીરહુસેન ઉંમરમિયાં નામના ૫૩ વર્ષના આધેડને આમરણ ગામે મારામારીના બનાવમાં ઈજા થતા તેઓના બેન દ્વારા તેમને સારવાર માટે મોરબીની સિવિલ ખાતે લાવવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.

દવા પી જતા સારવારમાં

મોરબીના માળિયા મીંયાણા તાલુકામાં આવેલા કુંતાસી ગામે રહેતા પ્રભુભાઈ જીવરાજભાઈ મુંદડીયા નામના ૫૩ વર્ષના આધેડ કોઈ કારણોસર તેઓના ઘરે ઝેરી દવા પી ગયા હતા જેથી તેઓને સારવાર માટે અત્રેની સદભાવના હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા 

બાળકી સારવારમાં

મોરબીના પંચાસર રોડ ઉપર બોખાની વાડી વિસ્તારમાં રહેતી દ્રષ્ટિ દેવરાજભાઈ નકુમ નામની ૧૧ વર્ષની બાળકીને પંચાસર રોડ ઉપર સતવારા વાડી વિસ્તાર નજીક સાયકલમાંથી પડી જવાથી ઇજા થતાં સારવારમાં ખસેડવામાં આવી હતી.તેમજ મોરબીના રવાપર ગામે હનુમાન મંદિર પાસે રવાપર ગામના તળાવ નજીક રહેતી આશિકા કેતનભાઇ કાસુન્દ્રા નામની નવ વર્ષની બાળકીને બાઈકના પાછળના ભાગે બેસીને જતા સમયે બાઇક સ્લીપ થતા ડાબા હાથે ઇજા થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલે લાવવામાં આવી હતી.






Latest News