મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે અડધી રાતે પોસ્ટ ઓફિસમાં બઘડાટી, નશાયુકત હાલતમાં મહીલા સાથે કઢંગી હાલતમાં પોસ્ટકર્મી પકડાયો


SHARE









મોરબીના શનાળા ગામે અડધી રાતે પોસ્ટ ઓફિસમાં બઘડાટી, નશાયુકત હાલતમાં મહીલા સાથે કઢંગી હાલતમાં પોસ્ટકર્મી પકડાયો

મોરબીના રાજકોટ હાઇવે ઉપર આવેલા શકત સનાળા ગામે મોડીરાત્રીના પોસ્ટ ઓફિસ ખુલ્લી હતી અને પોસ્ટ ઓફિસના કર્મચારીએ પોસ્ટ ઓફિસ ખાતે મહીલાને બોલાવી હોય અને દારૂની મહેફિલ જમાવવી હોય તે વાતની જાણ સ્થાનીક લોકોને થતા સ્થાનિક લોકોએ ત્યાં પહોંચીને બઘડાટી બોલાવી હતી જેના લીધે પોલીસે સ્થળ ઉપર દોડી જઈને મામલાની તપાસ શરૂ કરતા શનાળા ગામના પોસ્ટ ઓફિસના કર્મચારીએ મોડીરાત્રીના પોસ્ટ ઓફિસ ખોલીને ત્યાં તેની સાથે એક રિક્ષા ડ્રાઇવર અને એક મહિલા દ્વારા મહેફીલ માંડવામાં આવી હોવાનું સામે આવ્યુ હતુ.તેમજ પોસ્ટ કર્મચારી તેમજ રિક્ષા ડ્રાઇવર ડમડમ હાલતમાં હતા અને પોસ્ટ કર્મચારી તથા મહિલા પોસ્ટ ઓફિસના રૂમમાં જાહેરમાંથી જોઈ શકાય તે રીતે અર્ધનગ્ન હાલતમાં નિર્લજ ચેનચાળા કરતા મળી આવ્યા હોય હાલ બે સામે જાહેરમાં ચેનચાળાનો ગુનો દાખલ કરાયો છે. જ્યારે બે સામે નશાયુકત હાલતમાં હોવાથી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઘનશ્યામભાઈ નટુભાઈ ગઢવી દ્વારા મોરબીના શકત શનાળા ગામે રાજપર રોડ ઉપર આવેલ શક્તિનગરમાં રહેતા રાજેન્દ્રસિંહ ભુરૂભા જાડેજા જાતે દરબાર (ઉમર ૫૦) ધંધો પોસ્ટ ખાતામાં નોકરી તેમજ મોરબીના સામાકાંઠે આવેલ ગ્રામ્ય વિસ્તારની આરતીબેન નામની મહિલા સામે ફરિયાદી બનીને ફરિયાદ આપતા જણાવ્યું હતું કે શકત શનાળા ગામે આવેલ પોસ્ટ ઓફિસનો રૂમ મોડીરાત્રિના ખોલીને ઉપરોક્ત બંને આરોપીઓ પોસ્ટ ઓફિસ જેવા જાહેર સ્થળે જાહેરમાં દેખાય તે રીતે અર્ધનગ્ન હાલતમાં બીભત્સ ચેનચાળા કરતા મળી આવ્યા હતા. અને જાહેરમાં નીર્લજપણુ દાખવતા મળી આવ્યા હોય બંને (રાજેન્દ્રસિંહ અને આરતીબેન) સામે કલમ ૧૧૦, ૧૧૭ મુજબ જાહેરમાં ચેનચાળાનો ગુનો નોંધાયો હતો.જેની આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ એમ.પી.ઝાલાને સોંપવામાં આવી હોવાનું જાણવા મળે છે.

વધુમાં સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોડીરાત્રીના પોસ્ટની ઓફિસ ખુલી હોય અને ત્યાં છાનગપત્યા ચાલુ હોવાનું ધ્યાને આવતા લોકોનું ટોળું એકત્રીત થયું હતું અને પોલીસને જાણ કરી હતી જેથી મોરબી સીટી એ ડિવિઝનની પીસીઆર વાન ઘટના સ્થળે ગઈ હતી અને ત્યાં શનાળા ગામે પોસ્ટ ઓફિસના કર્મચારી એવા રાજેન્દ્રસિંહ ભુરૂભા જાડેજા મોરબીના સામાકાંઠે આવેલ ગ્રામ્ય વિસ્તારની આરતીબેન નામની મહિલા સાથે જાહેરમાં નીર્લજ ચેનચાળા કરતા કઢંગી હાલતમાં મળી આવ્યા હોય તે બંને સામે ગુના નોંધાયો હતો.તેમજ રાજેન્દ્રસિંહ ભુરૂભા જાડેજા નશાયુકત હાલતમાં હોય તેના વિરૂદ્ધ તેમજ અન્ય એક શખ્સ બચુભાઇ ગોવિંદભાઈ સોલંકી (૪૮) રહે.શનાળા મુરલીધર હોટલ પાછળ પોસ્ટ ઓફિસના રૂમમાંથી નશાની હાલતમાં મળી આવેલ હોય તે બંને (રાજેન્દ્રસિંહ અને બચુભાઇ) વિરુદ્ધ પ્રોહીબીશમ એકટ હેઠળ અલગથી ગુનો નોંધાયો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.






Latest News