મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામે જુદાજુદા ટ્રકમાંથી છ બેટરીની ચોરી કરનાર આરોપીની ધરપકડ


SHARE







મોરબીના લાલપર ગામે જુદાજુદા ટ્રકમાંથી છ બેટરીની ચોરી કરનાર આરોપીની ધરપકડ

મોરબીના લાલપર ગામે ગૌશાળાના ગેટની સામેની શેરીમાં રહેતા યુવાનના ઘર પાસે પાર્ક કરેલા ટ્રકમાંથી બેટરીની ચોરી કરવામાં આવી હતી તેમજ અન્ય ત્રણ વ્યક્તિઓના ટ્રકમાંથી બેટરીની ચોરી થઈ હતી જેથી કરીને કુલ મળીને છ બેટરીની ચોરી કરવામાં આવી હોય યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લાલપર ગામે ગૌશાળાના ગેટ પાસે રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા યાસીનભાઈ ઈકબાલભાઈ દલ જાતે સંધિ (૩૬) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મનીષભાઈ જયકિશનભાઇ પ્રજાપતિ રહે. રણછોડ નગર મોરબી વાળાની સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યું છે કે, ફરિયાદીએ પોતાના ઘર પાસે ટ્રક નંબર જીજે ૩ એઝેડ ૭૨૮૭ પાર્ક કરીને મૂક્યો હતો જે ટ્રકમાંથી ૫૦૦૦ રૂપિયાની કિંમતની બેટરીની આરોપી દ્વારા ચોરી કરવામાં આવી હતી તેમજ અન્ય ત્રણ ટ્રકમાંથી પણ પાંચ બેટરીઓની ચોરી કરવામાં આવી હોય કુલ મળીને ૩૦ હજાર રૂપિયાની કિંમતની છ બેટરીની ચોરી કરવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપી મનીષભાઈ જયકિશનભાઇ પ્રજાપતિ રહે. રણછોડનગર મોરબી વાળાની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News