મોરબીના રંગપર ગામેથી ગુમ થયેલ યુવાન નવસારી જિલ્લામાંથી મળ્યો: પ્રેમપ્રકરણ ખૂલ્યું
મોરબીના સોખડા પાસે ડબલ સવારી બાઈકને ટ્રક ચાલકે હડફેટે લેતા રાજકોટના બે યુવાનના મોત
SHARE
મોરબીના સોખડા પાસે ડબલ સવારી બાઈકને ટ્રક ચાલકે હડફેટે લેતા રાજકોટના બે યુવાનના મોત
મોરબીના માળીયા હાઇવે રોડ ઉપર આવેલા સોખડા ગામ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ડબલ સવારીમાં જતા બે યુવાનોના બાઈકને ટ્રક ચાલક હડફેટે લીધું હતું જેથી કરીને રાજકોટના એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે રાજકોટના બીજા યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજયું છે આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરેલ છે અત્રે નોંધનીય છે કે મોરબીના હાઇવે વિસ્તારમાં બેફામ ગતિએ ભારે વાહનો દોડતા હોય છે પરંતુ તેને નિયંત્રિત કરવામાં ક્યાંકને ક્યાંક જિલ્લાનું ટ્રાફિક પોલીસ વિભાગ ઉણો ઉતરતો હોય નિર્દોષ લોકો આમાં ભોગ બનતા હોય તેવું દેખાઈ રહ્યું છે.
મોરબી તાલુકા પોલીસ સુત્રો તેમજ રાજકોટ ખાતેથી મળતી માહિતી પ્રમાણે મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા સોખડા ગામ નજીક વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમાં ડબલ સવારી બાઈકમાં જઈ રહેલા જીગ્નેશ સુરેશભાઈ ગાંધી (૩૮) રહે. શિવમ પાર્ક સોસાયટી રૈયા ચોકડી પાસે રાજકોટ તેમજ અમિત વિજયભાઈ જોશી (૪૨) રહે અંબા ભુવન ધર્મનગર સ્ટર્લીંગ હોસ્પિટલ પાછળ રૈયા રોડ રાજકોટ વાળાઓના બાઈકને પુરપાટ આવતા ટ્રક ચાલકે પાછળથી હડફેટે લેતા બંને યુવાનો બાઇક સહિત રોડ ઉપર ફાંગોળાયા હતા જેના લીધે ત્રણ બહેનોના એકના એક ભાઈ એવા જીગ્નેશ સુરેશભાઈ ગાંધી (અપરણિત)નું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે અત્રેની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો
જ્યારે તેની સાથે રહેલ અમિત વિજયભાઈ જોશીને શરીરે ગંભીર ઈજા થઈ હોય મોરબી સિવિલ ખાતે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટની મધુરમ હોસ્પિટલ ખાતે લઈ જતાં હતા ત્યારે રસ્તામાં તેનું મોત નીપજયું હતું આમ મોરબીના માળિયા હાઇવે ઉપર સોખડા ગામ નજીક થયેલ વાહન અકસ્માતના બનાવમાં રાજકોટના બે આશાસ્પદ યુવાનોના મોત નીપજ્યા છે આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને વધુમાં સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે બને યુવાનો આઈઆઈએસએલ તેમજ કોટકમાં કલેક્શન એજન્સીમાં કામ કરતા હતા અને કામ સબબ તેઓ માળિયા હાઇવે ઉપર આવ્યા હતા અને ત્યાંથી પરત ફરતા હતા ત્યારે આ ગોજારો અકસ્માત સર્જાયો હતો મૃતક અમિત વિજયભાઈ જોશીને સંતાનમાં એક પુત્ર છે જ્યારે મૃતક જીગ્નેશ ગાંધી ત્રણ બહેનોનો એકનો એક ભાઈ હતો હાલ ઉપરોક્ત બનાવના પગલે જોષી અને ગાંધી પરીવારમાં કાળો કલ્પાંત વ્યાપી ગયો હતો. બનાવને પગલે જાણ થતા હાલમાં મોરબી તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા સહિતનો સ્ટાફ આગળની તપાસ ચલાવી રહ્યો છે
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર જુની કુબેર ટોકીઝની પાછળના ભાગે શોભેશ્વર રોડ ઉપર રહેતા મેરૂભાઈ કરશભાઈ મકવાણા નામના યુવાનને વાહન અકસ્માતમાં ઇજા થતા સારવાર માટે દવાખાને લઇ જવાયા હતા.તેઓ રિક્ષા લઈને જતા હતા ત્યારે આઇસર ટ્રકના ચાલકે તેમને મોરબીના વાંકાનેર હાઈવે ઉપર આવેલ લાલપર ગામ પાસેના એસટી સ્ટેન્ડ પાસે હડફેટે લેતા તેમને ઇજા થઇ હતી.આ બનાવમાં તેમને ઈજા થતાં સારવારમાં દવાખાને લાવવામાં આવ્યા હતા.હાલ તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ આ અંગે આગળની તપાસ ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.