મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારામાં મેફેડ્રોન ડ્રગ્સ કેસમાં પકડાયેલ ઇસમ જામીન મુકત


SHARE







ટંકારામાં મેફેડ્રોન ડ્રગ્સ કેસમાં પકડાયેલ ઇસમ જામીન મુકત

ટંકારા પંથકમાં પોલીસે ૧૦ ગ્રામથી વધુ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક ઈસમને થોડા દિવસો પહેલા પકડ્યો હતો.પકડાયેલ આરોપીએ મોરબીની કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી અને દલીલોના અંતે કોર્ટે આરોપીની જામીન અરજી મંજુર કરી જામીન ઉપર છુટકારો કર્યો હતો.

આ અંગે કેસના એડવોકેટ ગોપાલભાઇ ઓઝા પાસેથી મળતી માહીતી મુજબ જીલ્લા એસઓજીના સ્ટાફે ટંકારા નજીકથી ૧૦.૨૦ ગ્રામ મેફેડ્રોન (નશાકારક પાવડર) સાથે આરોપી જીતેન્દ્ર રામજીભાઈ પ્રજાપતિને પકડી પાડયો હતો અને તેની સામે એનડીપીએસ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.આરોપીએ મોરબીના સીનીયર એડવોકેટ મનીષ પી. ઓઝા (એડ.ગોપાલ ઓઝા) મારફત જીલ્લાના સ્પે.જજ (એન.ડી.પી.એસ) તથા સેશન્સ જજ સાહેબની કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી અને આરોપી તરફેથી એડ.ગોપાલ ઓઝાએ કોર્ટ સમક્ષ સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓ ટાંકીને ધારદાર દલીલો કરી હતી જેને ધ્યાને લઈને મોરબી જીલ્લાના સ્પે.જજ પી.સી.જોષીએ આરોપી જીતેન્દ્ર રામજી પ્રજાપતિને રૂા. ૧૦,૦૦૦ ના શરતી જામીન ઉપર મુકત કરવા હુકમ કર્યો હતો






Latest News