મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધારમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત મોરબી નજીક કારખાનામાં ટ્રકના તોતિંગ વ્હીલ ફરી જવાથી ઇજા પામેલા ક્લીનરનું સારવારમાં મોત મોરબી નજીક બાઇક સાથે બાઇક અથડાતા રસ્તા ઉપર નીચે પટકાયેલ 10 વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે આઇસરના ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં


SHARE









મોરબીના લાલપર પાસે આઇસરના ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં

મોરબી વાંકાનેર હાઇવે ઉપર લાલપર નજીક આવેલ બેંકમાં જતા સમયે બાઇક ચાલક યુવાનને આઇસરના ચાલકે સાઈડમાંથી ટક્કર મારી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં બાઇક ચાલક યુવાનને બંને પગમાં ફ્રેક્ચર, પેટ અને કપાળના ભાગે ઇજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલ યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને સારવાર લીધા બાદ તે યુવાને હાલમાં આઇસરમાં ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીમાં વાવડી રોડ ઉપર આવેલ પટેલ વાડી પાસે રહેતો જયેશભાઈ પોપટભાઈ ડાભી જાતે સતવારા (૨૩) નામનો યુવાન તેનું બાઈક નંબર જીજે ૩ એચકયું ૫૬૯૫ લઈને મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામ પાસે આઈસીઆઈસીઆઈ માં જતો હતો ત્યારે ઉમા ગેરેજ સામેના ભાગે રોડ ક્રોસ કરતા સમયે આઇસર નંબર જીજે ૩ એઝેડ ૪૫૩૨ ના ચાલકે તેને સાઈડમાંથી હડફેટ લીધો હતો અને અકસ્માતનો બનાવ બન્યો હતો ત્યારે બાઇક ચાલક યુવાનને બંને પગમાં ફેક્ચર, પેટ અને કપાળના ભાગે ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને સારવાર લીધા બાદ તેને આઇસરના ચાલક સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ બનાવની આગળ વધુ તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે

એક બોટલ દારૂ

મોરબીની લીલાપર ચોકડી પાસેથી રફાળેશ્વર તરફ જતા રસ્તા ઉપર આવેલ પેપરમીલ સામેથી પસાર થતા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે રૂપિયા ૫૫૦ ની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી કિશનભાઇ મનરાખાન આહીર જાતે યાદવ (૫૦) રહે હાલ. લીલાપર ગામની સીમ પેપરમીલની ઓરડી વાળાની ધરપકડ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News