મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધારમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત મોરબી નજીક કારખાનામાં ટ્રકના તોતિંગ વ્હીલ ફરી જવાથી ઇજા પામેલા ક્લીનરનું સારવારમાં મોત મોરબી નજીક બાઇક સાથે બાઇક અથડાતા રસ્તા ઉપર નીચે પટકાયેલ 10 વર્ષની બાળકીનું મોત માળીયા (મી) નજીક ટ્રક ટ્રેલરની પાછળના ભાગમાં બલ્કર અથડાતાં વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબી નજીક એટીએમ તોડવાનો પ્રયાસ: બે આરોપી સીસીટીવી કેમેરામાં કેદ


SHARE









મોરબી નજીક એટીએમ તોડવાનો પ્રયાસ: બે આરોપી સીસીટીવી કેમેરામાં કેદ

મોરબી તાલુકાના ટિંબડી ગામના પાટીયા નજીક પાટીદાર ટાઉનશીપ પાસે આનંદ માયાણી કોમ્પ્લેક્સમાં આવેલ બેંકના એટીએમને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેથી કરીને બેંકના કર્મચારી દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સીસીટીવી કેમેરામાં દેખાતા અજાણ્યા બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર રાજબેક વાળી શેરી કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા નીરવભાઈ કિશોરભાઈ પંડ્યા જાતે બ્રાહ્મણ (૩૪) એ હાલમાં એટીએમના સીસીટીવી કેમેરામાં દેખાતા બે અજાણ્યા શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ટિંબડી ગામના પાટીયાથી આગળના ભાગમાં પાટીદાર ટાઉનશીપ પાસે આવેલ આનંદ માયાણી કોમ્પલેક્ષમાં એક્સિસ બેન્કનું એટીએમ આવેલ છે અને આ બંધ એટીએમ મશીનને તોડી ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને એટીએમમાંથી ચોરી કરવાનો પ્રયાસ કરનારા બંને શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયેલ છે જેથી વિડિયોમાં દેખાતા બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા મોરબી તાલુકા પોલીસે આઈપીસી કલમ ૪૫૭, ૪૬૧, ૩૮૦, ૫૧૧, ૧૧૪ મુજબ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવવી આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ વી.જી. જેઠવા ચલાવી રહ્યા છે

વરલી જુગાર

મોરબીમાં મયુર પુલના છેડે મણીમંદિરની સામેના ભાગમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે એલસીબીની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી સબીર સિકંદર સમા (૩૫) રહે. નગર દરવાજા અંદર જમાદાર શેરી કંદોઈની વાડી સામે મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે ૨૬૦૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેની ધરપકડ કરી હતી આ શખ્સની પ્રાથમિક પૂછપરછ દરમિયાન ગિરીશભાઈ છબીલભાઈ કોટેચા રહે. જીઆઇડીસી સામે અંકુર સોસાયટી મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે તેને પોલીસે તજવીજ શરૂ કરી છે અને આ જુગારનો ગુનો એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News