મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારાના ઓટાળા ગામે કારખાનામાં દાજી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત


SHARE







ટંકારાના ઓટાળા ગામે કારખાનામાં દાજી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલા ઓટાળ ગામે ટેક્સટાઇલ્સના કારખાનામાં કોઇ રીતે દાજી ગયેલા યુવાનનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના ટંકારા તાલુકામાં આવેલા ઓટાળા ગામે કલ્યાણ ટેક્સ ટાઇલ્સ નામના યુનિટમાં રહેતા અર્જુન માનબહાદુર થાપા (ઉમર ૨૧) નામનો નેપાળી યુવાન ગત તા.૨૪-૬ ના રોજ કોઈ કારણોસર દાઝી ગયો હતો અને તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો અને અહીં સારવારમાં હતો.જેનું તા.૨-૭ ના વહેલી સવારના ચારેક વાગ્યાના અરસામાં સારવાર દરમિયાન અર્જુન માનબહાદૂર થાપા નામના નેપાળી યુવાનનું મોત નીપજ્યું હતું અને ડેડબોડીને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા હાલ સીટી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવ ટંકારા પોલીસ મથકની હદનો હોય ટંકારા પોલીસને બનાવ સંદર્ભે જાણ કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના શનાળા રોડ ઉપર નવા બસ સ્ટેશન પાસે થયેલ વાહન અકસ્માતના બનાવમાં બરોડાના રહેવાસી સ્મિત રાજેશભાઈ પંચાલ નામના ૨૫ વર્ષીય યુવાનને ઇજા પહોંચતા સારવાર માટે અત્રેની સિવિલ ખસેડાયો હતો.જ્યારે વાહન અકસ્માતનો બીજો બનાવ મોરબીના છાત્રાલય રોડના છેડે કંડલા બાયપાસ નજીક બન્યો હતો.જેમાં બાઈક લઈને જઈ રહેલા સંજયભાઈ મનસુખભાઈ મગવાણીયા (ઉમર ૩૦) રહે.ભવાનીનગર અમરેલી રોડ મોરબી વાળાનું બાઈક અકસ્માતે ત્યાં સ્લીપ થઈ જતા ઇજાગ્રસ્ત થયેલા સંજયભાઈને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જેને પગલે એ ડિવિઝન પોલીસ.મથકના એચ.એમ.ચાવડા દ્વારા તપાસ ચલાવવામાં આવી હતી.

મારામારીમાં ઈજા થતાં રાજકોટ ખસેડાયો

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ચાર માળીયા નજીક રહેતા હસનભાઈ બાદીભાઈ સમા નામના ૧૭ વર્ષના યુવાનને લીલાપર રોડ ઉપર મારામારીના બનાવમાં ઈજા પહોંચી હતી.જેથી અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યાં તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે અને આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકના પી.બી.ઝાલા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું સૂત્રએ જણાવેલ છે.






Latest News