મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત ભુજ-દિલ્હી વચ્ચે 25 મી ઓકટોમ્બરથી વધુ એક ફ્લાઈટ શરૂ થશે: સાંસદ વિનોદભાઈ ચાવડા વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબી રોટરીગ્રામ શાળાના શિક્ષિકા કંચનબેન બોડાનો વિદાય સમારોહ યોજાયો


SHARE









મોરબી રોટરીગ્રામ શાળાના શિક્ષિકા કંચનબેન બોડાનો વિદાય સમારોહ યોજાયો

મોરબી તાલુકાની શ્રી રોટરીગ્રામ (અ.) પ્રાથમિક શાળામાં શાળા પરીવાર સને સમસ્ત રોટરીગ્રામ ગામ સમસ્ત દ્વારા નિવૃત થતાં શિક્ષિકાનો વિદાય સમારોહ યોજાયો હતો અને ત્યારે શાળાના શિક્ષિકા કંચનબેન ડી. બોડા કે જેઓ શાળાના આચાર્ય અને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વપ્રમુખ એવા મણીલાલ વી.સરડવાના ધર્મપત્ની છે. તેઓની વયનિવૃત થતા તેમનો વિદાયમાન સન્માન સમારોહ મહેમાનો, અધિકારીઓ, દાતાઓ અને સમસ્ત ગ્રામજનોની હાજરીમાં યોજાઈ ગયો હતો ત્યારે નિવૃત્ત થતા શિક્ષિકા કંચનબેન બોડા તરફથી પે સેન્ટર પરિવારની  પાંચેય  શાળાના બાળકોને સ્કૂલબેગ, પાંચેય  સ્કૂલોમાં રામહાટ અર્પણ કરીને ૩૦૦ બાળકોને ખુશ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે બગથળા નકલંક મંદિરના મહંત પૂજય દામજી ભગતે હાજરી આપી આશીર્વચન પાઠવ્યા હતા તેમજ મનુભાઈ કૈલા, હિતેશભાઈ ગોપાણી, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરિયા, મહામંત્રી દિનેશભાઈ હુંબલ, નરેન્દ્રભાઈ કાલરીયા, કિરણભાઈ કાચરોલા, રાકેશભાઈ કાંજીયા, અશોકભાઈ વડાલિયા સહિતના હાજર રહ્યા હતા આ તકે શાળાનો દ્વિદશાબ્દિ સમારોહ અને શાળાના કાયમી દાતાઓનો સન્માન સમારોહ પણ રાખવામા આવ્યો હતો તેવું શાળાના આચાર્ય મણીભાઈએ જણાવ્યુ છે અને કાર્યક્રમનું સફળ સંચાલન શિક્ષક પ્રાણજીવન વિડજા દ્વારા કરવામાં આવ્યું હતું




Latest News