બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભાજપમાં લેવામાં આવેલ વાંકાનેરના આગેવાનું સન્માન કરાયું


SHARE









મોરબી જિલ્લા ભાજપમાં લેવામાં આવેલ વાંકાનેરના આગેવાનું સન્માન કરાયું

મોરબી જિલ્લા ભાજપની ટીમ જાહેર કરવામાં આવી છે જેમાં વાંકાનેરના ઘણા આગેવાનોને લેવામાં આવેલ છે ત્યારે વાંકાનેરના લોકલાડીલા ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના અધ્યક્ષ સ્થાને કાર્યકરોની બોહળી‌ સંખ્યામાં તમામ હોદેદારોનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં નવા વરાયેલ મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ હિરેનભાઈ પારેખ અને અશ્વિનભાઈ મેઘાણી, જિલ્લા ભાજપ મંત્રી પ્રજ્ઞેશભાઈ પટેલ, સંગીતાબેન રમેશભાઈ વોરા અને આનંદભાઈ સેતા તેમજ જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ પ્રભુભાઈ વિંજવાડીયાનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઢવી, વાંકાનેર તાલુકા ભાજપ મહામંત્રી કીશોરસિંહ ઝાલા, વાંકાનેર તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ હકાભાઈ ધરજીયા, નગરપાલિકા પૂર્વ પ્રમુખ રમેશભાઈ વોરા, તેમજ વાંકાનેર તાલુકા અને શહેર ભાજપના કાર્યકરો તેમજ વાંકાનેર શહેર કાર્યકરો બોહળી સંખ્યામાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક કાર્યકરોએ જેહેમત ઉઠાવી હતી




Latest News