મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ટંકારા શિશુ મંદિર દ્વારા મેડિકલ કેમ્પ યોજાશે મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુરી કરાઇ તસ્કરોનું નાઈટ પેટ્રોલીંગ ચાલુ !: માળિયા (મિં)ના રોહિશાળા ગામે એક જ રાતમાં 3 મકાન, 2 મંદિર, દુકાન અને ગ્રામ પંચાયતમાં ચોરી મોરબીમાં શિવરાત્રીના દિવસે દુકાનો ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ કરનારા બે વેપારી સામે ગુનો નોંધાયો મોરબી જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ નિર્મળાબેન હડિયલનું અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા કરાયું સન્માન મોરબી જીલ્લામાં CET ની પરીક્ષા વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓએ કર્યો સાયન્સ સીટીનો પ્રવાસ મોરબીમાં લોકોને નાના દરની ચલણી નોટ આપવાનું કહીને અઢી લાખની ઠગાઇ કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં સોની યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને પોલીસે હસ્તગત કર્યા: હથિયાર-વાહન કબ્જે
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ટ્રેકટર ખરીદીમાં ૭૩૬ ખેડૂતોને ૩૭૦.૫૦ લાખની સહાય ચુકવાઇ


SHARE













મોરબી જીલ્લામાં ટ્રેકટર ખરીદીમાં ૭૩૬ ખેડૂતોને ૩૭૦.૫૦ લાખની સહાય ચુકવાઇ

મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણએ માહિતી આપતા જણાવ્યું હતું કે, સરકાર હંમેશા ખેડૂતોના હિતમાં ખેતી લક્ષી યોજનાઓને અમલી બનાવી ખેડૂતોને આર્થિક મદદ કરી રહી છે. ખેડૂતોને ખેતી ખર્ચમાં ઘટાડો થાય તે માટે રાજ્ય સરકાર ટ્રેક્ટર ખરીદી પર ૬૦,૦૦૦ સુધીની સહાય આપી રહી છે. ખાસ કરીને સીમાંત ખેડૂતો અને નાના ખેડૂતોને આ યોજનાનો લાભ મળવાથી તેઓને આર્થિક સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે મહિલા ખેડૂતો પણ અદ્યતન કૃષિ સાધનો મેળવી સરળતાથી ખેતી કાર્ય કરી શકે તે માટે વિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે.

ખેડૂતોને કૃષિલક્ષી કલ્યાણકારી યોજનાનો પુરતો લાભ આપવામાં આવી રહ્યો છે. આજે  ખેડૂતોને શ્રમ ઓછો થવાની સાથે તેમનો ખેતી ખર્ચ પણ ઘટ્યો છે. મોરબી જિલ્લાના ખેડૂતો રાજ્ય સરકારની કલ્યાણકારી કૃષિ યોજનામાં ટ્રેક્ટર ખરીદવા મળતી સહાયનો લાભ લઈ રહ્યા છે. ગત વર્ષ ૨૦૨૨-૨૩ માં મોરબી જિલ્લાના કુલ ૭૩૬ ખેડૂતોને રૂ.૩૭૦.૫૦ લાખની એ.જી.આર. ૫૦ હેઠળ ટ્રેક્ટરની ખરીદી પર સહાયની રકમ ચૂકવવામાં આવી છે. જેમાં ૯૯ સીમાંત ખેડૂતોને રૂ.૫૦.૫૦ લાખ અને ૨૪૩ નાના ખેડૂતોને રૂ.૧૨૦.૩૦ લાખ અને ૩૯૪ મોટા ખેડૂતોને રૂ.૧૯૯.૬૫ લાખની સહાય ચૂકવવામાં આવી છે. કુલ ૭૩૬ ખેડૂતો પૈકી ૧૦૩ મહિલા ખેડૂતોને રૂ.૫૨.૯૫ લાખની સહાય ચૂકવવામાં આવી છે.

 મોરબી જિલ્લામાં તાલુકા કક્ષાએ નજર કરીએ તો ૭૩૬ ખેડૂતો પૈકી ટંકારાના ૧૨૫, વાંકાનેરના ૧૪૭, હળવદના ૨૩૮, માળીયાના ૯૭ અને મોરબીના ૧૨૯ ખેડૂતોએ આ ટ્રેક્ટર સહાય યોજનાનો લાભ લીધો છે.  તેમજ એજીઆર-૫૦ યોજના હેઠળ વર્ષ ૨૦૨૨-૨૩ માં ૪૭૪ ખેડૂતોને રૂ. ૪૫,૦૦૦ની સહાય પેટે રૂ. ૨૧૩.૩૦ લાખ અને ૨૬૨ ખેડૂતોને રૂ. ૬૦,૦૦૦ ની સહાય પેટે      રૂ. ૧૫૭.૨૦ લાખ આમ કુલ ૭૩૬ ખેડૂતોને રૂ. ૩૭૦.૫૦ લાખની  ચુકવણી કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૩-૨૪ અંતર્ગત સરકારશ્રી દ્વારા મોરબી જિલ્લાને  એજીઆર-૫૦ ટ્રેક્ટર સહાય યોજના હેઠળ ૧૭૧૦ લાભાર્થી ખેડુતોનો લક્ષ્યાંક આપવામાં આવેલ છે.

ટ્રેક્ટર સહાય યોજનાનો લાભ લેવા માટેના  જરૂરી દસ્તાવેજો
 ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી ટ્રેક્ટર સહાય યોજનાનો લાભ લેવા માટે ખેડૂતે આઇ ખેડૂત પોર્ટલ www.ikhedut.gujarat.gov.in પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. જેની માટે જરૂરી દસ્તાવેજોમાં ખેડૂત લાભાર્થીએ આઇ ખેડુત પોર્ટલ પર જમીનની વિગત દાખલ કરવાની  રહેશે, લાભાર્થી ખેડૂતની આધાર કાર્ડની નકલ, જો લાભાર્થી ખેડૂત અથવા SC અને ST જાતિમાં આવતા હોય તો તે જાતિનું સર્ટિફિકેટ લાગુ પડતું હોય તો તે આપવાનું રહે છે, રાશનકાર્ડની નકલ, ટ્રાયબલ વિસ્તારના ખેડૂતોને જો લાગુ પડતું હોય તો વન અધિકારી પ્રમાણેની નકલ, લાભાર્થી ખેડૂત દિવ્યાંગ અથવા દિવ્યાંગ પ્રમાણપત્ર ધરાવતો હોય તો તેનું  પ્રમાણપત્ર, ખેડૂતની જમીન અને સંયુક્ત ભાગીદારીમાં હોય તો ૭-૧૨ અને ૮ અ જમીનના અન્ય ખેડૂતોની સંમતિ પત્ર, બેન્ક પાસબુકની ઝેરોક્ષ વગેરે સહિતના આધાર પુરાવા રજૂ કરવાના હોય છે.

 એજીઆર-૫૦ યોજના હેઠળ ખેડૂતોને મળતી સહાય
રાજ્ય સરકારની એ. જી. આર. ૫૦ યોજના હેઠળ ટ્રેક્ટર સહાય યોજનામાં મળવા પાત્ર   સહાય અંતર્ગત ૪૦ પી.ટી.ઓ હોર્સ પાવર સુધીના ટ્રેક્ટર માટે ૨૫% અથવા રૂ. ૪૫,૦૦૦ ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે સરકાર માન્ય  મોડલ ખાતા દીઠ વધુમાં વધુ એક માટે મળી શકશે. ૪૦  પી.ટી.ઓ હોર્સ પાવર થી વધુના ટ્રેક્ટર માટે  ખર્ચના ૨૫ % અથવા રૂ. ૬૦,૦૦૦ સુધીની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે સરકાર માન્ય  મોડલ ખાતા દીઠ વધુમાં વધુ એક માટે મળી શકશે.








Latest News