મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત ભુજ-દિલ્હી વચ્ચે 25 મી ઓકટોમ્બરથી વધુ એક ફ્લાઈટ શરૂ થશે: સાંસદ વિનોદભાઈ ચાવડા વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

માળીયા(મિં.) શિક્ષક સંઘે ૧૦ વર્ષના બોન્ડ આધારિત નિમણુંક પામેલ ૩૧ વિદ્યાસહાયકોને પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવા દરખાસ્ત કરી


SHARE









માળીયા(મિં.) શિક્ષક સંઘે ૧૦ વર્ષના બોન્ડ આધારિત નિમણુંક પામેલ ૩૧ વિદ્યાસહાયકોને પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવા દરખાસ્ત કરી

માળિયા તાલુકામાં ૧૦ વર્ષના બોન્ડ આધારિત તા.૧-૭-૨૦૧૪ ના રોજ નિમણુંક પામેલ કુલ-૩૧ વિદ્યાસહાયકોએ તા.૧-૭-૨૦૨૩ ના રોજ ૯ વર્ષની નોકરી સેવા પૂરી કરતા તેઓનું ૯ વર્ષનું પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવાની દરખાસ્ત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી-માળિયા ખાતે તા.૧-૭-૨૦૨૩ ના રોજ તૈયાર કરી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી મોરબી ખાતે આજે રજુ કરેલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી-મોરબી દ્વારા કુલ-૩૧ ઉચ્ચત્તર પગાર ધોરણની દરખાસ્ત મંજૂર કરવા અંગેની કામગીરી પૂર્ણ કરી શિક્ષકોને તેઓના મળવાપાત્ર લાભ તે જ દિવસે આપવા અંગેની સરાહનીય કામગીરી કરી ઉચ્ચતર પગાર ધોરણના હુકમ કરી આપેલ છે.આ તકે તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ, માળિયા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પી.વી.અંબારિયા, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.આર.ગરચર અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી માળીયા ડૉ.શર્મીલાબેન હુંબલનો તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથારીયાનો સર્વે શિક્ષકોએ હદયપૂર્વક આભાર વ્યક્ત કરેલ છે.તેમજ જિલ્લા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા યોગેશભાઈ પટેલ તેમજ તાલુકા કચેરીમાં કચેરી, માળિયામાં ફરજ બજાવતા હાર્દિકભાઈ પટેલ અને નિરંજની નરેન્દ્રભાઈનો આ કામગીરીમાં ખુબ સહકાર મળેલ હોય તેઓનો પણ આભાર વ્યક્ત કરેલ છે.તેમ માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઈ હુંબલ તેમજ મહામંત્રી હસુભાઈ વરસડાએ યાદીમાં જણાવેલ છે.




Latest News