મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર !
Breaking news
Morbi Today

મોરબીમાં કારમાંથી ૧૩૨ બોટલા દારૂ સાથે એક આરોપી ઝડપાયો, એકની શોધખોળ


SHARE













મોરબીમાં કારમાંથી ૧૩૨ બોટલા દારૂ સાથે એક આરોપી ઝડપાયો, એકની શોધખોળ

મોરબીમાં નાની વાવડી રોડ ઉપર આવેલ બજરંગ સોસાયટીમાં રહેતા શખ્સ પાસે દારૂ હોવાની હક્કિત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે કારમાંથી દારૂની ૧૩૨ બોટલ મળી આવી હતી જેથી કરીને ૪૯,૫૦૦ નો દારૂ અને કાર મળીને ૧,૪૯,૫૦૦ ના મુદામાલ સાથે એક આરોપીને ઝડપી લીધેલ છે અને વધુ એક શખ્સનું નામ સામે આવ્યું છે જેથી કરીને તેને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નાની વાવડી રોડે આવેલ બજરંગ સોસાયટીમાં રહેતા રવિભાઇ જીતેન્દ્રભાઇ પાલા પાસે દારૂ હોવાની બાતમી એ ડિવિઝન પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે તેના ઘરની બહાર પડેલ એસન્ટ કાર નં. જીજે ૫ સીપી ૦૦૩૯ માંથી દારૂની ૧૩૨ બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૪૯,૫૦૦ નો દારૂ તેમજ એક લાખની કાર આમ કુલ મળીને ૧,૪૯૫૦૦ નો મુદામાલ કબજે કરીને પોલીસે આરોપી રવીભાઇ જીતેન્દ્રભાઇ પાલા (૨૭) ને પકડી લીધેલ છે અને દારૂનો જથ્થો ભરતભાઇ કાનજીભાઇ ચાવડા રહે. રવાપર રોડ, સદગુરૂ સોસાયટી-૧ વાળાએ આપ્યો હોવાનું સામે આવ્યું છે જેથી તેની સામે પણ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે

 આરોપી પકડાયો

રાજકોટના ભરણપોષણના છેલ્લા દોઢેક માસથી પેરોલ રજા પરથી ફરાર કેદીને મોરબી તાલુકા પોલીસે પકડી પાડી રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરલે છે જેની માહિતી આપતા અધિકારી જણાવ્યુ હતું કે, નામદાર ફેમીલી કોર્ટ રાજકોટના ભરણપોષણના આરોપી હરેશભાઇ કરશનભાઇ રાઠોડ (૫૦) રહે. નવાગામ આંબેડકરનગર, થાનગઢ વાળા નામદાર ગુજરાત હાઇકોર્ટ અમદાવાદના સ્પેશ્યલ ક્રિમીનલ એપ્લીકેશન ન ૪૪૦૦/૨૦૨૩ તા ૧૦/૦૪/૨૦૨૩ થી દિન-૩૦ પેરોલ રજા ઉપર મુકત થયેલ હોય જેઓને તા.૧૮/૦૫/૨૦૨૩ ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનુ હતું જો કે, તે હાજર નહીં થઇ પેરોલ જંપ કરેલ હતા જેથી આ આરોપી મોરબી તાલુકાના જાંબુડીયા બ્રિજ પાસેથી પસાર થનાર હોવાની પંકજભા ગઢડા તથા જયદીપભાઇ પટેલને માહિતી મળી હતી જેના આધારે ત્યાં વોચ રાખીને પેરોલ જંપ ફરાર કેદીને હસ્તગત કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપી આપવા કાર્યવાહી હાય ધરેલ છે.






Latest News