બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાન ઉપર જીવલેણ હુમલાના ગુનામાં નવઘણ ભરવાડની ધરપકડ કરીને જેલ હવાલે


SHARE









મોરબીમાં યુવાન ઉપર જીવલેણ હુમલાના ગુનામાં નવઘણ ભરવાડની ધરપકડ કરીને જેલ હવાલે

મોરબીના દલવાડી સર્કલ પાસે ત્રણ મહિના પહેલા બુલેટ ઉપર જતા યુવાનને માથામાં પાછળથી પાઇપ ફટકારીને નીચે પાડી દઈને બે શખ્સો દ્વારા આડેધડ છરી વડે જાનથી મારી નાંખવાના ઇરાદે હુમલો કરવામાં આવ્યો હતો અને આ ગુનામાં અગાઉ ત્રણ શખ્સને પકડવામાં આવ્યા હતા તે ગુનામાં હાલમાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરીને આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મંજૂર કર્યા ન હતા જેથી કરીને આરોપીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે

મોરબીના કંડલા બાઇપાસ ઉપર આવેલ દલવાડી સર્કલ પાસેથી બુલેટ નંબર જીજે ૩૬ એલ ૯૬૦૦ લઈને ઘર તરફથી મોરબી સીટીમાં રમેશ ઉર્ફે લાલો આણંદભાઈ જીલરીયા જાતે બોરીચા આહીર (૩૮) જતો હતો ત્યારે ત્રણ મહિના પહેલા માથાના પાછળના ભાગે લોખંડનો પાઇપ ફટકારવામાં આવ્યો હતો જેથી કરીને રમેશભાઇ જીલરીયા બુલેટ સહિત નીચે પડી ગયો હતો અને બાદમાં એકટીવામાં આવેલા ઓમાન અશરફ ધારાણી અને સલમાન ઉમેદ ધારાણી રહે. બંને ફિદાઇપાર્ક વોરા સોસાયટી કંડલા બાયપાસ મોરબી વાળાઓએ રમેશ જીલરીયાની ઉપર છરી વડે જાનથી મારી નાંખવાના ઇરાદે ડાબા ગાલ, ગળા, ડાબી બગલ, છાતી, પેટ, પડખા, હથેળી અને ખભાના ભાગે આડેધડ છરીના ઘા જીંકયા હતા અને બાદમાં બંને હુમલાખોરો નાસી છૂટ્યા હતા. ત્યારે પીઆઇ એચ.એ. જાડેજાએ કલમ ૩૦૭ (ખુનની કોશીસ), ૩૨૪, ૧૧૪ અને ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને જીવલેણ હુમલો કરનારા ઓમાન અશરફ ધારાણી જાતે ખોજા અને સલમાન ઉમેદ ધારાણી જાતે ખોજા અને મકસૂદ ઉર્ફે મખ્ખી સુમારભાઈ સામા જાતે સંધિ નામના ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને આ ગુનાની તપાસમાં નવઘણ ભરવાડનું નામ સામે આવ્યું હતું જેથી કરીને પીઆઇ એચ.એ. જાડેજાએ પાસામાંથી છૂટેલા આરોપી નવઘણ મોહનભાઇ બાંભવા જાતે ભરવાડ (૩૦) રહે. તુલસી પાર્ક સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા ન હતા જેથી તે આરોપીને મોરબીની જેલ હવાલે કરવામાં આવેલ છે વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઓમાન અને સલમાનને નવઘણે એક્ટિવાની વ્યવસ્થ કરી આપી હતી અને મદદગારી કરી કરી હતી આટલું જ નહીં તેની સામે ૧૩ જેટલા ગુના પણ નોંધાયેલ છે તેવું પણ પોલીસ પાસેથી જાણવા મળે છે 




Latest News