બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના રવાપર રોડે દુકાનદાર સાથે મારામારી કરનાર આરોપીની ધરપકડ: રિમાન્ડ લેવા તજવીજ


SHARE









મોરબીના રવાપર રોડે દુકાનદાર સાથે મારામારી કરનાર આરોપીની ધરપકડ: રિમાન્ડ લેવા તજવીજ

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ફૂટવેરની દુકાનમાંથી બે વર્ષ પહેલાં ચંપલ લઈ ગયા બાદ તેના પૈસા આપ્યા ન હતા અને ફરી પાછા તે શખ્સે દુકાને આવીને તું મારી પાસે પૈસા માગે છે તેવું કહીને જપાજપી કરીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેની ફરિતડ નોંધાઈ હતી જેના આધારે પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી હતી

જાણવા મળતી વિગત મુજબ ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા અને મોરબીના રવાપર રોડ ઉપર આવેલી યદુનંદન કોમ્પ્લેક્સમાં ક્રિસ્ટલ શૂઝ નામની દુકાન ધરાવતા મનીષભાઈ પ્રવીણભાઈ જીવાણી જાતે પટેલ (૩૦) નામના યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મોઇનભાઈ ઇસ્માઈલભાઈ ચાનિયા રહે. કાલિકા પ્લોટ નર્મદા હોલની બાજુમાં મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી તેની દુકાને બે વર્ષ પહેલાં ચપ્પલ લઈ ગયો હતો જેના રૂપિયા જે તે સમયે આપેલ ન હતા અને ફરી વખત આરોપીએ ફરિયાદી યુવાનની દુકાને આવીને તું કેમ મારી પાસે પૈસા માંગશ તેમ કહીને તેની સાથે જપાજપી કરી હતી ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ ઘટના દુકાનમાં મૂકવામાં આવે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને તેના સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થયો હતો અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આરોપીની સામે કડક પગલાં લેવા માટેની સૂચના આપી હતી જેથી પોલીસે તાત્કાલિક ગુનો નોંધીને આરોપી મોઇનભાઈ ઈસ્માઈલભાઈ ચાનિયાની ધરપકડ કરેલ છે અને આજે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે




Latest News