બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

હળવદમાં ઘરમાંથી દારૂ-બિયરના જથ્થા સાથે મહિલા બુટલેગર પકડાઈ


SHARE









હળવદમાં ઘરમાંથી દારૂ-બિયરના જથ્થા સાથે મહિલા બુટલેગર પકડાઈ

હળવદમાં આવેલ પંચમુખી ઢોરામાં ઘંટીની પાછળની શેરીમાં રહેતી મહિલાના ઘરમાં દારૂ અને બિયરનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવતા ઘરમાંથી દારૂની નાની મોટી ૧૦ બોટલ તથા સાત બિયરના ટીન મળી આવ્યા હોય પોલીસે દારૂ બિયરનો જથ્થો કબજે કરીને મહિલા આરોપીની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ શહેરમાં આવેલ પંચમુખી ઢોરામાં ઘંટીની પાછળની શેરીમાં રહેતા સલમાબેન ઉર્ફે સોનુના ઘરની અંદર દારૂ અને બિયરનો જથ્થો હોવાની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી જેના આધારે હળવદ પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવતા ઘરમાંથી દારૂની મોટી ત્રણ અને નાની સાત આમ કુલ મળીને દસ બોટલો મળી આવી હતી તેમજ બિયરના સાત ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૨૩૦૦ ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને મહિલા બુટલેગર સલમાબેન ઉર્ફે સોનું આસિફભાઇ મીર જાતે સિપાહી મુસ્લિમ (૪૫) રહે. હાલ પંચમુખી ઢોરા હળવદ મૂળ રહે. નાડીયાવાસ જોગાસર રોડ ધાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર વાળીની ધરપકડ કરવામાં આવેલ છે અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

દેશી દારૂ

માળીયા મીયાણા તાલુકાના જૂના ઘાટીલા ગામે વકારી વાડી સીમના વાણિયા વાળા પાસે દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૪૦૦ લીટર આથો તથા ૧૫ લીટર તૈયાર દેશી દારૂ મળી આવ્યો હતી જેથી પોલીસે કોલ મળીને ૧૧૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને આરોપી સંજયભાઈ હીરાભાઈ સનુરા જાતે કોળી (૨૯) રહે જુના ઘાટીલા ગામ માળિયા મીયાણા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે




Latest News