મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન
Breaking news
Morbi Today

મોરબીની સોખડા ગ્રામ પંચાયતના ચેરમેન વારંવાર અરજી કરતાં હોવાનો ખાર રાખીને ગાળો આપીને માર માર્યો


SHARE







મોરબીની સોખડા ગ્રામ પંચાયતના ચેરમેન વારંવાર અરજી કરતાં હોવાનો ખાર રાખીને ગાળો આપીને માર માર્યો

મોરબી તાલુકાના સોખડા ગામે રહેતા સોખડા ગ્રામ પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ગામના વિકાસ માટે થઈને કચેરીઓમાં વારંવાર અરજી કરતા હોય છે તે પસંદ ન હોવાથી તેનો ખાર રાખીને તું વારંવાર અરજી કરે છે અરજી કરવાનું બંધ કરી દેજે તેવું કહીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરીને ગાળો આપી હતી અને ઝપાઝપી કરીને મુંઢ ઇજા કરી હતી જેથી સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આધેડે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના સોખડા ગામે રહેતા સામાજિક કાર્યકર અને સોખડા ગ્રામ પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રમેશભાઈ ખીમાભાઈ મકવાણા (૫૪) એ હાલમાં કિશોરભાઈ દેવદાનભાઈ બાલાસરા જાતે આહિર રહે. કિશનગઢ (સોખડા) વાળાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓ ગ્રામ પંચાયતમાં સભ્ય છે અને ગામના વિકાસ માટે થઈને કચેરીઓમાં અરજી કરતા હોય છે જે ગામના લોકોને પસંદ ન હોય તે બાબતનો ખાસ રાખીને આરોપી કિશોરભાઈ બાલાસરાએ તું વારંવાર અરજી કરે છે અરજી કરવાનું બંધ કરી દેજે તેવું કહીને તેને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરીને ગાળો આપી હતી અને ઝપાઝપી કરીને મુંઢ ઇજા કરી હતી જેથી આધેડે સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ બનાવ અંગેની આગળની વધુ તપાસ મોરબી જિલ્લા એસ.ટી. એસ.સી. સેલના ડીવાયએસપી પી.એ. ઝાલા ચલાવી રહ્યા છે






Latest News