બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

હળવદ પંથકમાં રેતી ચોરીના રેકેટમાં વધુ એક આરોપીની ધરપકડ


SHARE









હળવદ પંથકમાં રેતી ચોરીના રેકેટમાં વધુ એક આરોપીની ધરપકડ

મોરબીનો હળવદ તાલુકો રેતી ચોરી માટે સ્વર્ગ સમાન ગણવામાં આવે છે ત્યારે થોડા સમય પહેલા હળવદના ગ્રામ્ય વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા રેતી ચોરી બાબતે રેડ કરવામાં આવી હતી અને કરોડોની કિંમતના વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા અને આરોપીઓને પકડવામાં આવ્યા હતા આ ગુનામાં વધુ એક આરોપીને પકડવામાં આવેલ છે

આ રેડ કરી હતી ત્યારે મોટી સંખ્યામાં આરોપીઓને સ્થળ ઉપરથી પકડવામાં આવ્યા હતા અને કરોડોનો મુદામાલ પણ કબજે કર્યો હતો આ ગુનાની ક્રોસ તપાસ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ જે.એલ. ઝાલાને સોંપવામાં આવી હતી. તેને થોડા સમય પહેલા તેઓએ સમયાંતરે ત્રણ આરોપીને પકડ્યા હતા ત્યારે હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.એ. ઝાલા અને રાઇટર સંજય લકુમ દ્વારા આરોપી દશરથ ભીખાભાઈ રોજીયા જાતે રબારી (૩૧) રહે. કળમાદ તાલુકો મુળી જિલ્લો સુરેન્દ્રનગર વાળાની ધરપકડ કરવામાં આવેલ છે અને જે વાહનો કબજે કરવામાં આવ્યા હતા તેમાં આ આરોપીનું પણ એક હિટાચી મશીન હતું જેથી તેને હાલમાં પકડવામાં આવેલ છે

મારામારીમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ રોહીદાસ પરામાં ખાડા વિસ્તારમાં રહેતા ગૌરીબેન કલ્પેશભાઈ વાઘેલા (૩૫) નામની મહિલાને ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં તે મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવ અંગેની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વી.ડી. મેતા ચલાવી રહ્યા છે




Latest News