હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં પરણિત પ્રેમીને પત્ની સાથે છૂટાછેડા લઇને લગ્ન કવાનું કહેતા પ્રેમીકાને ઢીબી નાંખનાર પકડાયો


SHARE







મોરબીમાં પરણિત પ્રેમીને પત્ની સાથે છૂટાછેડા લઇને લગ્ન કવાનું કહેતા પ્રેમીકાને ઢીબી નાંખનાર પકડાયો

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ વૈભવનગરમાં ગીતાંજલિ સ્કૂલ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમા મહિલાએ તેના પરિણીત પ્રેમીને “તું તારી પત્ની સાથે છૂટાછેડા કેમ લેતો નથી અને મારી સાથે કેમ કાયદેસરના લગ્ન કરતો નથી” તેમ કહ્યું હતું ત્યારે પરણિત પ્રેમી ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે મહિલા સાથે બોલાચાલી કરી ઢીકાપાટુ અને લાતો વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે બનાવમાં હુમલાખોર આગોતરા જામીન લઇને આવતા તેની ધરપકડ કરી જામીન મુકત કરાયો હતો.

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ અરિહંત સોસાયટી બ્લોક નંબર ૩૩/બી માં રહેતા નેહલબેન પ્રવીણભાઈ શાંતિલાલ પોપટ જાતે લોહાણા (ઉમર ૩૨) એ જેતે સમયે સામાવાળા યજ્ઞેશભાઈ પ્રવીણભાઈ ગોહિલ જાતે દરજી રહે.ગીતાંજલી વિદ્યાલય પાસે વૈભવનગર શનાળા રોડ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવીને જણાવેલ કે ગત તા.૧૩-૬ ના રોજ રાતના એકાદ વાગ્યાના અરસામાં ફરિયાદીને આરોપીએ પોતાના ઘરે હાજર હતા તે વખતે ફરિયાદી મહિલાએ આરોપી યજ્ઞેશભાઈને કહ્યું હતું કે “તું તારી પત્ની સાથે છૂટાછેડા લઈ લે તેમ છતાં છૂટાછેડા કેમ લેતો નથી અને મારી સાથે કાયદેસરના લગ્ન કેમ કરતો નથી..?” જેથી કરીને આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે બોલાચાલી કરી ઝઘડો કરીને નેહલબેનને ઢીકાપાટુ અને લાતો વડે માર માર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.નેહલબેને નોંધાવેલ ફારીયાદ આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો અને હુમલાખોર પ્રેમી યજ્ઞેશભાઈ દરજીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા દરમ્યાનમાં હુમલાખોર યજ્ઞેશભાઈ પ્રવીણભાઈ ગોહેલ જાતે દરજી (૩૨) રહે.ગીતાંજલી વિદ્યાલય પાસે વૈભવનગર શનાળા રોડ આગોતરા જામીન સાથે પોલીસ સમક્ષ હાજર થતા પોલીસે તેની નિયમાનુસાર ધરપકડ કરી કોર્ટનો હુકમ હોય જામીનમુક્ત કર્યો હતો.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના પ્રગતિ પેલેસ એપાર્ટમેન્ટ ખાતે રહેતા નાનજીભાઈ હરિભાઈ રોજમાળા નામના ૫૧ વર્ષના આધેડ બાઈક લઈને જતા હતા ત્યારે ત્યાં અવની સોસાયટીના મેઇન રોડ ઉપર તેઓનું બાઈક અકસ્માતે સ્લીપ થતા ઇજા પામતા અત્રેની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યારે માળિયા મીંયાણાના મેઇન ચોકમાં થયેલ મારામારીના બનાવમાં માળિયા ખાતે રહેતા અલાઉદીન જાકબ ભટ્ટી નામના ૨૫ વર્ષના યુવાનને ઇજા થતાં તેને પણ સારવાર માટે મોરબીની સિવિલ ખસેડાયો હતો.

વૃદ્ધા સારવારમાં

મોરબીના ઇન્દિરાનગર નજીક કોસ્મો સિરામિક સામે રહેતા ગૌરીબેન કરસનભાઈ અગેચાણીયા નામના ૬૦ વર્ષના વૃદ્ધાને તેમના ઘરે તેમના પુત્ર દ્વારા સાંજના સમયે માર મારવામાં આવતા ઇજાગ્રસ્ત વૃદ્ધાને સિવિલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. સારવાર બાદ પોલીસમાં જાણ કરાતા સીટી બી ડિવિઝન પોલીસ મથકના વી.કે.ચાવડા દ્વારા આ બનાવ અંગેની આગળની તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.






Latest News