મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના હંજીયાસરમાં દીકરાએ હથિયાર સાથેનો ફોટો વ્હોટ્સએપમાં મુક્તા પિતા-પુત્રની ધરપકડ


SHARE





માળીયા (મી)ના હંજીયાસરમાં દીકરાએ હથિયાર સાથેનો ફોટો વ્હોટ્સએપમાં મુક્તા પિતા-પુત્રની ધરપકડ

માળીયા મીયાણા પાસે આવેલ હંજીયાસર વિસ્તારમાં જામવાસમાં રહેતા યુવાને તેની પાસે હથિયારનું લાયસન્સ ન હોવા છતાં પણ તેના પિતાના લાઇસન્સ વાળા હથિયાર સાથેનો ફોટો પાડીને પોતાના વહોટ્સેપના સ્ટેટસ ઉપર તે પોસ્ટ કર્યો હતો જે જિલ્લા એસઓજીની ટીમના ધ્યાન ઉપર આવતા પોલીસે હાલમાં લાઇસન્સ વગર હથિયાર સાથે ફોટો પાડીને અપલોડ કરનાર તથા લાયસન્સ વાળું હથિયાર ફોટો પાડવા માટે આપનાર આમ કુલ મળીને બે શખ્સોની ધરપકડ કરી હતી અને બંને શખ્સોની સામે હાલમાં માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે રાબેતા મુજબની આગળની કાર્યવાહી હાથ ધરી છે

વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે અને સોશિયલ મીડિયામાં રિલ્સ બનાવવા માટે યુવક યુવતીઓ સહિતના લોકો પોતાનો જીવ જોખમમાં મુકતા અચકાતા નથી તેમજ ફોટો અને વિડિયો બનાવાની લ્હાયમાં ઘણી વખત ગુનાહિત કૃત્ય પણ કરી નાખતા હોય છે તેવું જોવા મળતું હોય છે આવી જ રીતે મોરબી જિલ્લાના તાલુકામાં માળીયા મિયાણા તાલુકાનાં હંજીયાસરના જામવાસ વિસ્તારમાં રહેતા મુસ્તાકભાઈ અનવરભાઈ જામ જાતે મિયાણા (૨૯) પાસે હથિયાર પરવાનો કે લાયસન્સ ન હોવા છતાં પણ તેણે સમાજમાં ભય ઊભો કરવા માટે થઈને બાર બોરના હથિયાર સાથેનો ફોટો પાડીને પોતાના વ્હોટ્એપના સ્ટેટસ પર તે ફોટો મૂક્યો હતો અને તેને ફોટો પાડવા માટે થઈને બાર બોરનું લાઇસન્સ વાળું હથિયાર તેના પિતા અનવરભાઈ હારુનભાઈ જામ જાતે મિયાણા (૪૯) રહે. જામવાસ હંજીયાસર માળિયા વાળાએ આપ્યો હોય તે બંનેની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને બંનેની સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટની કલમ ૨૯, ૩૦ મુજબ પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News