બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી રોટરી ક્લબના નવા પ્રમુખ સોનલબેન શાહ-સેક્રેટરી રવિનભાઇ આશર


SHARE









મોરબી રોટરી ક્લબના નવા પ્રમુખ સોનલબેન શાહ-સેક્રેટરી રવિનભાઇ આશર

મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ વીરપર નજીક કમ્ફર્ટ રિસોર્ટ ખાતે રોટરી ક્લબ મોરબીના પ્રમુખ સહિતના હોદ્દેદારોની શપથ વિધિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઇન્સ્ટોલેશન ઓફિસર તરીકે ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી યસ રાઠોડ હાજર રહ્યા હતા અને તેમના દ્વારા મોરબી રોટરી ક્લબના પ્રમુખ તરીકે અશોકભાઈ મહેતા અને સેક્રેટરી તરીકે રસેશભાઈ મહેતાની ટમ પૂરી થતાં નવા પ્રમુખ તરીકે સોનલબેન શાહ અને સેક્રેટરી તરીકે રવિનભાઇ આશરને શપથ લેવડાવવામાં આવ્યા હતા તેની સાથો સાથ તેની સમગ્ર ટીમ દ્વારા પણ સેવાકીય કામોને આગામી વર્ષમાં વધુને વધુ પ્રોત્સાહન આપી લોક ઉપયોગી બનવા માટેના શપથ લેવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે મોરબીના બાળ રોગ નિષ્ણાંત ડો. સતિષભાઈ પટેલ હાજર રહ્યા હતા અને રોટરી ક્લબ દ્વારા લોક સેવા માટે થઈને અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે અને થકી અનેક જરૂરિયાત મંદ લોકો અને પરિવારોને રોટરીની હૂંફ મળતી હોય છે ત્યારે નવી બોડી પણ આગામી વર્ષમાં વધુને વધુ લોક ઉપયોગી સારા કામ કરશે તેવી લાગણી ઇન્સ્ટોલેશન ઓફિસર, ચીફ ગેસ્ટ સહિત આ કાર્યક્રમની અંદર હાજર રહેલા તમામ વ્યક્તિઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી




Latest News