મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીના ગાળા નજીક હાઇવે ઓથોરીટીએ મુકેલ લોખંડની એંગલ સાથે ડમ્પર અથડાતાં અસ્કમાત: ડ્રાઈવરનું મોત


SHARE









મોરબીના ગાળા નજીક હાઇવે ઓથોરીટીએ મુકેલ લોખંડની એંગલ સાથે ડમ્પર અથડાતાં અસ્કમાત: ડ્રાઈવરનું મોત

મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ગાળા ગામના પાટીયા પાસે હાઇવે ઓથોરીટી દ્વારા હાઇવે ઉપરથી પસાર થતા વાહનોની સ્પીડ દર્શાવી શકાય તે માટે મુકવામાં આવેલ લોખંડની એંગલ સાથે ડમ્પર અથડાતાં અકસ્માતનો બનાવ બનેલ હતો અને ડમ્પર ઉપર તે લોખંડની એંગલ પડતા ડમ્પરની કેબિનમાં બેઠેલ વાહન ચાલક કેબિનમાં દબાઈ ગયો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને આ બનાવ અંગેની તાત્કાલિક મોરબી પાલિકાના ફાયર વિભાગ અને મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ અને ફાયરની ટીમ ઘટના સાથે પહોંચી હતી અને ડમ્પરની કેબિનમાં દબાઈ ગયેલા મૃતક યુવાનને બહાર કાઢીને હાઇવે ઉપરથી લોખંડની એંગલ ખસેડવાની તેમજ ડમ્પરને દૂર કરવા માટેની કામગીરી કરીને હાઇવેને પૂર્વ કાર્યરત કરવામાં આવ્યો હતો

જાણવા મળતી વખતે પ્રમાણે મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ગાળા ગામ પાસે માળીયાથી મોરબી તરફ આવવાના રસ્તા ઉપર લોખંડની એંગલ હાઇવે ઓથોરીટી દ્વારા મુકવામાં આવી છે અને ત્યાંથી પસાર થતા વાહનોની સ્પીડ તે એંગલ ઉપર મૂકવામાં આવેલા બોર્ડમાં દર્શાવાતી હોય છે આ એંગલ ગત રાત્રીના સમયે ડડમ્પરની ટ્રૉલીનો ભાગ અથડાયો હતો અને ત્યારે એંગલ નીચેના ભાગથી પસાર થતા ડમ્પરની કેબીન ઉપર પડી હતી જેથી કરીને કાટમાળ તૂટી પડતાં કેબીનનો ભૂકો બોલી ગયો હતો અને ડમ્પરની કેબિનમાં બેઠેલ ડ્રાઇવર રમેશભાઈ શિવાભાઇ દારોદરા (૩૩) રહે. ધરમપુર ચોકડી ટિંબડી ગામ પાસે વાળો કેબીનમાં દબાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને અકસ્માતના આ બનાવના કારણે હાઇવે ઉપર વાહનોના થપ્પા લાગી ગયા હતા

જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસ તથા મોરબી નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા પોલીસ અને ફારની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને વાહનની કેબિનમાં દબાઇને મૃત્યુ પામેલા યુવાનની ડેબોડીને કેબિનમાંથી બહાર કાઢવા માટેની કવાય શરૂ કરવામાં આવી હતી અને તેની સાથોસાથ હાઇવે ઉપરથી તૂટી પડેલ લોખંડની એંગલ અને અકસ્માત સર્જાયેલ ડમ્પરને રોડ સાઈડમાં કરીને માળીયાથી મોરબી તરફ આવવા માટેનો નેશનલ હાઇવે પુનઃ કાર્યરત કરવામાં આવ્યો હતો હાલમાં અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જનકસિંહ પરમાર ચલાવી રહ્યા છે






Latest News