બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીની સેસન્સ કોર્ટમાંથી મેફેડ્રોન ડ્રગ્સના ગુનામાં આરોપીનો જામીન ઉપર છુટકારો


SHARE









મોરબીની સેસન્સ કોર્ટમાંથી મેફેડ્રોન ડ્રગ્સના ગુનામાં આરોપીનો જામીન ઉપર છુટકારો

ટંકારા પોલીસ સ્ટેશનમાં મેફેડ્રોન ડ્રગ્સનો ગુનો નોંધાયો હતો જેમાં ફરીયાદ એવી હતી કે, આ કામના આરોપી અર્જુન ઉર્ફે અનમોલ મેરામભાઈ કડીવારએ પાસ પરમીટ કે આધાર વગર માદક પદાર્થ મેફેડ્રોન પાઉડ૨ ૧૦.૨૦ ગ્રામ કીંમત રુપીયા ૧,૦૨,૦૦૦ એક પ્લાસ્ટીકની પા૨દર્શક કોથળીમાં રાખી મળી આવેલ અને તથા આરોપીની અંગજળતી દરમ્યાન મોબાઈલ તથા રોકડ રુપીયા સાથે મળી આવતા અને આ આરોપીની પુછપરછમાં તેણે આ જથ્થો અન્ય આરોપી પાસેથી મેળવેલની હકીકત જણાવેલ હોય ટંકારા પોલીસે હાલના કામના બન્ને આરોપીની અટક કરીને રિમાન્ડ લીધા હતા અને મોરબી સ્પે. કોર્ટે આરોપીના રિમાન્ડ પૂરા થતાં જયુડીશીયલ કસ્ટડીમાં જેલ હવાલે કરેલ છે અને આરોપીનું નામ અન્ય આરોપીએ રિમાન્ડ દરમીયાન આપેલ છે જેથી ટંકારા પોલીસ દ્વારા અર્જુન ઉર્ફે અનમોલ મેરામભાઈ કડીવારની ધ૨પકડ ક૨વામાં આવેલ અને રિમાન્ડ પુર્ણ થતા હાલના આરોપીને જયુડીશીયલ કસ્ટડીમાં જેલ હવાલે કરેલ છે જેથી આરોપીએ મો૨બી જીલ્લાના વકીલ દીલીપભાઈ અગેચાણીયા મારફતે જામીન મેળવવા અરજી મૂકી હતી

આ જામીન અરજીના કામે બન્ને પક્ષે કાયદાકીય દલીલ કરેલ હતી અને આરોપી ત૨ફે દલીલ કરવામાં આવેલ કે, આવો કોઈ ગુનો કરેલ નથી. આરોપી હાલ રાજકોટ જીલ્લાના અને મુળ મોરબી જીલ્લાના કાયમી વતની છે. કયાય નાશીભાગી જાય તેમ નથી. તેમજ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદા ૨જુ કરીને જણાવેલ કે કોર્ટે ગુનાની ગંભીરતા અને તેનો નેચર જોવો જોઈએ બન્ને બાજુની બેલેન્સનું ધ્યાન રાખવું જોઈએ. બન્ને પક્ષની તમામ દલીલોને ધ્યાને લઈ આરોપી પક્ષના વકીલ દીલીપભાઈ અગેચાણીયાની દલીલ માન્ય રાખી આરોપીને જામીન પર છોડવાનો હુકમ કરેલ છે આ કામમાં આરોપી તરફે મોરબી જીલ્લાના વકીલ દીલીપભાઈ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, જે.ડી.સોલંકી, મોનીકા ગોલતર, હીતેશ પરમાર, રવી ચાવડા, કુલદીપ ઝીંઝુવાડીયા રોકાયેલા હતા.




Latest News