બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

વાંકાનેર નજીકથી ટ્રકમાં બનાવેલ ચોરખાનામાંથી દારૂની ૨૦૧૬ બોટલ સાથે એક શખ્સ ઝડપાયો, એકની શોધખોળ


SHARE









વાંકાનેર નજીકથી ટ્રકમાં બનાવેલ ચોરખાનામાંથી દારૂની ૨૦૧૬ બોટલ સાથે એક શખ્સ ઝડપાયો, એકની શોધખોળ

વાંકાનેર પાસેથી ટાટા ટ્રક પસાર થઈ રહ્યો હતો તેને એલસીબીની ટીમે રોકીને ચેક કર્યો હતો ત્યારે તે ટ્રકમાં બનાવવામાં આવેલ ચોરખાનામાંથી ઇંગ્લીશ દારૂની નાની મોટી બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૨૦૧૬ બોટલ દારૂ જેની કિંમત ૨,૮૭,૫૮૦ અને અન્ય મુદામાલ મળીને ૭,૯૩,૦૫૦ નો મુદામાલ કબજે કરેલ છે અને એક આરોપીને ઝડપી લીધેલ છે

મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ટાફના માણસો વાંકાનેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે સુરેશભાઇ હુંબલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા તથા વિક્રમભાઇ કુગસીયાને સયુંકતમાં ખાનગી બાતમી મળી હતી કે, વાંકાનેર થાન રોડ તરફથી ટાટા ટ્રક નં જીજે ૧૪ ઝેડ ૦૨૨૪ વાળી વાંકાનેર બાઉન્ડ્રી તરફ જનાર છે. જે ટ્રકમાં ચોરખાનુ બનાવી તેમાં દારૂનો જથ્થો સંતાડી હેરાફેરી કરવામાં આવી રહી છે જેથી કરીને વાંકાનેર-ચંદ્રપુર રોડ ઉપર વોચ ગોઠવી હતી અને ત્યાંથી ટ્રક નીકળતા તેને રોકીને ચેક કર્યો હતો જેથી કરીને તેમાંથી દારૂની નાની મોટી બોટલોનો જથ્થો મળી આવ્યો હતો

જેથી કરીને પોલીસે દારૂનો જથ્થો ભરેલ ટ્રક સાથે દિલીપભાઇ જગમાલભાઇ પઢારીયા (૩૮) રહે. હાલ મોરબી રોડ સદગુરૂ સોસાયટી ૨૫- વારીયા શેરી નં-૨ રાજકોટ મુળ ઇન્દ્રા તાલુકો માણાવદર વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી દારૂની નાની અને મોટી ૨૦૧૬ બોટલ જેની કિંમત ૨,૮૭,૫૮૦ અને અન્ય મુદામાલ મળીને ૭,૯૩,૦૫૦ નો મુદામાલ કબજે કરેલ છે અને આ શખ્સની પાસેથી ધવલભાઇ કિશોરભાઇ વાઢેર રહે, કૂવાડવા રોડ, બેડીપરા, જુના જકાતનાકા પાસે શિવપરા રાજકોટ વાળાનું નામ સામે આવેલ છે જેથી તેની સામે પણ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે આ કામગીરી એલસીબીના પીઆઇ ડી.એમ. ઢોલની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી




Latest News