બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

માળિયા (મી)ના ચાચાવદરડામાં થયેલ મારામારીના ગુનામાં દંપતીને એક વર્ષની સજા-દંડ


SHARE









માળિયા (મી)ના ચાચાવદરડામાં થયેલ મારામારીના ગુનામાં દંપતીને એક વર્ષની સજા-દંડ

માળીયા મીયાણા તાલુકાના ચાચાવદરડા ગામની સીમામાં મારામારી અને હુમલો કરવામાં આવ્યો હતો જે કેસમાં માળીયાની કોર્ટમાં ચાલી ગયેલ હતી જેમાં સરકારી વકીલની દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપી દંપતીને એક વર્ષની કેદ અને દસ હજાર ચૂકવવા આદેશ કરેલ છે

આ કેસની હકીકત મુજબ ચાચાવદરડા ગામની સીમમાં ખેતીની જમીન ધરાવતા સુરેશભાઈ કરમશીભાઈ કોઠીયા પોતાના ખેતરમાં કામ કરતા હતા તે સમયે પીપડીયા (રાજીવનગર) ગામના દીપક ઉર્દૂ દેવજી પ્રભુભાઈ બોપલિયા તથા તેના પતી મંજુબેન ટ્રેક્ટર લઈને સુરેશભાઈના ખેતરમાં અંદર આવેલ અને ફરિયાદીએ ટ્રેક્ટર ખેતરમાં લાવવાની ના પાડતા દંપતીએ છોરીયું (નાની કોદારી) માથામાં તથા કપાળના ભાગે મારેલ હતી જેથી લોહી-લુહાણ સુરેશભાઈને તાત્કાલિક મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા અને બાદમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે કોર્ટમાં કેસ ચાલી જતાં માળીયા મીયાણા અદાલતમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું અને આ કૈસમાં ફરિયાદી પક્ષે સરકારી વકીલ મનીષ એલ. પંડ્યાએ દલીલો કરી હતી જેને ગ્રાહ્ય રાખીને તથા દસ્તાવેજી અને મૌખિક પુરાવાને ધ્યાને લઈને માળીયા મીયાણાની જ્યુસિશ્યલ કોર્ટના મેજિસ્ટ્રેટ એ.કે. સિંઘે આરોપી દીપક ઉર્ફે દેવજી તથા મજુબેનને તકસીરવાન ઠેરવીને બંને આરોપીઓને એક વર્ષની કેદની સજા અને દસ હજાર રૂપિયા વળતર ફરિયાદીને ચૂકવવા હુકમ કર્યો છે




Latest News