મોરબી પોલીટેકનિક કોલેજના વિદ્યાર્થીઓએએ વિશ્વાસ પ્રોજેક્ટના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી
ટંકારાના ખોડીયાર આશ્રમ પાસે ચેકડેમમાં ડૂબી જવાથી યુવાનનું મોત
SHARE
ટંકારાના ખોડીયાર આશ્રમ પાસે ચેકડેમમાં ડૂબી જવાથી યુવાનનું મોત
ટંકારા નજીક આવેલ ખોડીયાર આશ્રમ પાસેથી પસાર થતી નદીના ચેકડેમમાં ડૂબી જવાથી યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની જાણ ટંકારા પોલીસને કરવામાં આવી હતી અને યુવાનના મૃતદેહને ટંકારા હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો હાલમાં પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લાના ટંકારા નજીક આવેલ ખોડીયાર આશ્રમ પાસેથી પસાર થતી જીજવા નદીના ચેકડેમમાં શંકરભાઈ બદિયાભાઈ ભીલવાડ જાતે આદિવાસી (ઉંમર વર્ષ ૨૩) રહે હાલ બાબુભાઈની વાડી વાળો પાણીમાં ડૂબી ગયો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવની મૃતકના ભાઈ સુનિલભાઈ ભીલવાડએ ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને મૃતકના મૃતદેહને પીએમ માટે ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો અને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે