મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

વાંકાનેરના પ્રતાપગઢ ગામે વાડીના કૂવામાથી યુવાનની કોહવાયેલ હાલતમાં લાશ મળી


SHARE





વાંકાનેરના પ્રતાપગઢ ગામે વાડીના કૂવામાથી યુવાનની કોહવાયેલ હાલતમાં લાશ મળી

વાંકાનેર તાલુકાના પ્રતાપ ગઢ ગામે રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો યુવાન બે થી ત્રણ દિવસ પહેલા કોઈ કારણોસર કૂવામાં પડી ગયો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું માટે તેના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની વાડીના માલિકે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મુળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ઇન્ડવાન ગામના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામે ઉસ્માનભાઇ અમીભાઇ કડીવારની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા છીતુસીંગ કાલુભાઇ અજનાર (ઉવ.૩૫) કોઈ કારણોસર માટે વાડીએ આવેલ કૂવામાં પડી ગયા હતા જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને તેની બોડી પણ કોહવાઈ ગઈ હતી જેથી તેના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતના બનાવની વાડીના માલિક ઉસ્માનભાઇ અમીભાઇ કડીવારે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે આ બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News