મોરબીમાં પોલીસે વાહન નંબર ઉપરથી મૂળ માલિકને શોધીને મોબાઈલ પરત અપાવ્યો
મોરબી પોલીટેકનિક કોલેજના વિદ્યાર્થીઓએએ વિશ્વાસ પ્રોજેક્ટના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી
SHARE









મોરબી પોલીટેકનિક કોલેજના વિદ્યાર્થીઓએએ વિશ્વાસ પ્રોજેક્ટના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી
મોરબી જીલ્લામાં લોકોની સુરક્ષા અને સલામતી માટે સરકાર દ્વારા વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત સીસીટીવી ફિટ કરેલ છે અને તેના કમાન્ડ એન્ડ કંટ્રોલમાથી ૨૪ કલાક પોલીસ જવાનો લોકોની હિલચાલ ઉપર નજર રાખતા હોય છે તે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમની સરકારી પોલીટેકનિક કોલેજના ઇજનેરી વિધાર્થીઓએ મુલાકાત લીધી હતી ત્યારે વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ ચાલતા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની સંપૂર્ણ માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી
મોરબી સરકારી પોલીટેકનિક કોલેજ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી વિભાગના વડા નંદુ એ. ફાટક તથા ફેકલ્ટી શિલ્પાબેન રાઠોડ, વી.એચ.સીતાપરા, મનિષ કે. ચાંપા તેમજ પોલીટેકનિક કોલેજના ઇન્ફોર્મેશન ટેક્નોલોજીનો અભ્યાસ કરતા ૭૦ વિધાર્થીઓને પીએસઆઈ પી.ડી.પટેલ દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ ચાલતા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની કામગીરીની માહિતી આપી હતી જેમાં સી.સી.ટી.વી. કેમેરાનો ક્રાઇમ ડિટેક્શન એન્ડ પ્રિવેન્શનમાં ઉપયોગ, ટ્રાફિક મેનેજમેન્ટ અને કંટ્રોલમાં કેમેરાની ઉપયોગિતા, ઇ-ચલણ અંગેની સમજ, નેત્રમમાં ઉપયોગમાં લેવાતા વિવિધ સોફ્ટવેર જેવા કે, IVMS, ICMS, ITMSની ઉપયોગિતા, ઇ-ચલણ ઓનલાઇન પેમેન્ટ સિસ્ટમ, સીસીટીવી ફુટેજ વિશે માહિતગાર કરવામાં આવ્યાં હતા. આ ઉપરાંત બીએસએનએલ કનેક્ટીવીટી, નેત્રમના ઇક્વીપમેન્ટ, નેત્રમ સર્વર, સ્ટોરેજ વિશે માહિતગાર કરવામાં આવ્યાં હતા. અને સરકારી વાહનોમાં જીપીએસની ઉપયોગિતા તેમજ આ અંગેના વિટીએમએસ સોફ્ટવેરની સમજ આપવામાં આવી હતી.
