બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં એ ડિવિઝન સામે વોકળાના કાંઠે દારૂની ૨૪ બોટલ મળી: બુટલેગરની શોધખોળ


SHARE









મોરબીમાં એ ડિવિઝન સામે વોકળાના કાંઠે દારૂની ૨૪ બોટલ મળી: બુટલેગરની શોધખોળ

મોરબી શહેરમાં સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સામેના ભાગમાં આવેલ કબીર ટેકરીમાં રામદેવપીરના મંદિરની પાછળના ભાગમાં વોકળાના કાંઠે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી જુદી જુદી બ્રાન્ડની દારૂની કુલ મળીને ૨૪ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૧૫,૮૪૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને એક શખ્સની સામે હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 

મોરબીના જુદા જુદા વિસ્તારોની અંદર દેશી વિદેશી દારૂ છૂટથી વેચાણ થતું હોય તેઓ ઘાટ જોવા મળે છે ત્યારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સામેના ભાગમાં આવેલ કબીર ટેકરી વિસ્તારમાં રામદેવપીરના મંદિરની પાછળ શેરી નં-૫ માં વોકળાના કાંઠે જાહેરમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં જાહેરમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને ૨૪ બોટલો મળી આવી હતી. માટે પોલીસે ૧૫,૮૪૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આ દારૂનો જથ્થો સાહિલ સિદ્દીકભાઈ ચાનિયા રહે. વાઘપરા શેરી નં-૧૦ મોરબી વાળાનો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને તેની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

દેશીદારૂ

હળવદ તાલુકાના સુંદરગઢ ગામે સીમમાં આવેલ સુનિલભાઈ ચરમારીની વાડીમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૫૦૦ લીટર આથો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૧૦૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી સુનિલભાઈ રમેશભાઈ ચરમારી જાતે કોળી રહે. સુંદરગઢ તાલુકો હળવદ વાળો સ્થળ ઉપર હાજર ન હોવાથી તેની સામે ગુનો નોંધીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News