બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના ત્રાજપર-માળીયાના ઘંટીલા ગામે જુગારની બે રેડ: ૧૧ જુગારી પકડાયા


SHARE









મોરબીના ત્રાજપર-માળીયાના ઘંટીલા ગામે જુગારની બે રેડ: ૧૧ જુગારી પકડાયા

મોરબીના ત્રાજપર વિસ્તારમાં આંગણવાડીની પાછળના ભાગમાં તથા માળિયા મીયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે મંદિરની સામેના ભાગમાં જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને ૧૧ જુગારીઓ ઝડપાયા હતા જેથી પોલીસે તેઓની પાસેથી ૨૩૨૫૦ ની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ખારીમાં આંગણવાડીની પાછળના ભાગમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે શૈલેષભાઈ દેવજીભાઈ મામેજા (૨૮), ચંદુભાઈ ગોવિંદભાઈ બારૈયા (૫૦), સંજયભાઈ ધનજીભાઈ ગણેશીયા (૨૮), રવજીભાઈ બાબુભાઈ મકવાણા (૫૫) અને મેહુલભાઈ દેવજીભાઈ પરમાર (૩૫) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૦૭૫૦ ની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

માળીયા મીયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે શક્તિ પ્લોટમાં મંદિરની સામેના ભાગમાં ખુલ્લા પ્લોટમાં જુગાર રમતા હોવાની હકીકત સ્થાનિક પોલીસને મળી હતી તેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર બચુભાઈ વેલજીભાઈ થરેસા (૫૦), ભીમજીભાઇ અમરશીભાઈ અગેચાણીયા (૬૨), કરસનભાઈ હેમુભાઇ સુરાણી (૪૫), દુર્લભજીભાઈ સનાભાઈ ઝીંઝુવાડીયા (૪૮), દલસુખભાઈ નાથાભાઈ ધોરકડીયા (૩૦) અને વિનુભાઈ લખમણભાઇ ધોરકડિયા (૪૭) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૨૫૦૦ની રોકડ કબજે કરીને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News