હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના રંગપર પાસે પેટ્રોલ પંપ નજીક ટ્રક ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા રાજકોટના યુવાનનું મોત


SHARE













મોરબીના રંગપર પાસે પેટ્રોલ પંપ નજીક ટ્રક ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા રાજકોટના યુવાનનું મોત

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામ પાસે પેટ્રોલ પંપની સામેથી ડબલ સવારી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે બાઈકને ટ્રક ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં રાજકોટના રહેવાસી યુવાનનું મોત નીપજયું હતું જેથી મૃતક યુવાનના પિતા દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ રાજકોટમાં ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર આવેલ બાલાજી હોલ પાસે શ્રીરામ પાર્ક શેરી નં-૩ માં રહેતા નવીનભાઈ ત્રીકમભાઈ માખેસણા જાતે પટેલ (૫૬)એ હાલમાં ટ્રક નંબર આરજે ૨૧ જીડી ૮૧૯૯ ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેનો દીકરો રંગપર ગામની સીમમાં આવેલ સોમનાથ પેટ્રોલ પંપ પાસેથી બાઈક જીજે ૩૬ એડી ૮૧૪૬ લઈને પસાર થતો હતો ત્યારે પાર્થ નવીનભાઈ માખેસણા (૨૩) ના બાઈકને આરોપી ટ્રક ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવવામાં પાર્થ માખેસણાને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું જોકે બાઈકમાં તેની સાથે બેઠેલ પાર્થ અનિલભાઈ કણસાગરા (૧૯) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા. હાલમાં મૃતક યુવાનના પિતાએ ટ્રક ચાલકની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ બનાવની આગળ વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોએસઆઈ બી.એ. ગઢવી કરી રહ્યા છે અને પ્રાથમિક તપાસ કરનારા જશપાલસિંહ પાસેથી મળેલ માહિતી મુજબ મોરબીના કારખાનામાં મૃતક યુવાન કામ કરતો હતો અને બાઇક લઈને જય રહયો હતો ત્યારે અકસ્માતના બનાવમાં તેનું મોત નીપજયું છે

અકસ્માતમાં ઇજા

મોરબીના વેજીટેબલ રોડ ઉપર રહેતો રાજેશ મેરૂભાઈ છેલણીયા (૩૦) નામનો યુવાન લાતી પ્લોટ શેરી નં-૬ માં પાણીમાં ખાડાના કારણે અકસ્માતનો બનાવ બન્યો હતો ત્યારે રાજેશ રસ્તા ઉપર નીચે પટકાતા તેને ઇજાઓ થઈ હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેની સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News