બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના ખેવારીયા ગામે તળાવમાં ડૂબી ગયેલ વ્યક્તિની ૩૨ કલાકે પાણીમાંથી લાશ મળી


SHARE









મોરબીના ખેવારીયા ગામે તળાવમાં ડૂબી ગયેલ વ્યક્તિની ૩૨ કલાકે પાણીમાંથી લાશ મળી

મોરબીના રવાપર રોડે આવેલ કાલિકા પ્લોટમાં આવેલ પરસોતમ ચોક પાસે રહેતા રફિકભાઈ હુશેનભાઈ શેખ (૪૫) તેની પત્ની સાથે નારણકા ગામે તેના સબંધીને ઘરે જતાં હતા ત્યારે ખેવારિયા પાસે નારણકા જવાના રસ્તે શનિવારે બપોરના ત્રણ વાગ્યાના અરસામાં ખેવરિયા પાસેના કોઝવે ઉપરથી બે ફૂટ પાણી હતું તેમાંથી બાઇક લઈને પસાર થયા હતા જો કે, રફિકભાઈ હુશેનભાઈ શેખની પાસે રહેલ મોબાઈલ, પાકીટ સહિતનો માલ ભરેલ થેલો પાણીમાં પડ્યો હતો તેને લેવા માટે જતાં અકસ્માતે તે પાણીમાં ડૂબી ગયા હતા અને તેને બચાવવા માટે તેની પત્ની જતાં તે પણ પાણીમાં ડૂબવા લાગી હતી જો કે તેને ત્યાં રહેલા લોકોએ બચાવી લીધી હતી અને આ બનાવની મોરબી પાલિકાના ફાયર વિભાગની ટીમ કવાયત કરી હતી જેથી મોરબી પાલિકાની ટીમ પાણીમાં શોધખોળ કરી રહી હતી તે ઉપરાંત ગઇકાલે બપોર પછી રાજકોટ ફાયર વિભાગની ટીમને બોલાવવામાં આવી હતી અને મોરબી તેમજ રાજકોટની ટીમ દ્વારા રફિકભાઈને શોધવા માટેની કામગીરી કરવામાં આવી રહી હતી દરમ્યાન રાતના ૧૨ વાગ્યે પાણીમાંથી રફીકભાઈની લાશ મળી આવી હતી આમ ૩૨ કલાક સુધી ફાયરની ટીમે મહેનત કરી ત્યારે તળાવના પાણીમાં ડૂબી ગયેલા રફિકભાઈ હુશેનભાઈ શેખની બોડી પાણીમાંથી મળી આવતા મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરલે છે




Latest News