બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં સ્કાય મોલ પાસે મારામારી કરનારા લૂખ્ખા તત્વોને ધારાસભ્ય કાયદાનું ભાન કરાવશે ? : રમેશભાઈ રબારી


SHARE









મોરબીમાં સ્કાય મોલ પાસે મારામારી કરનારા લૂખ્ખા તત્વોને ધારાસભ્ય કાયદાનું ભાન કરાવશે ? : રમેશભાઈ રબારી

મોરબી માળિયાના ધારાસભ્ય વારંવાર વિડિયો જાહેર કરી લૂખા તત્વને કાયદાનુ ભાન કરવી દેવાની વાતો કરે છે ત્યારે ગઇકાલે સાંજે મોરબીના શનાળા રોડે આવેલ સ્કાય મોલ પાસે માર મારિનો બનાવ બનેલ હતો જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે અને તેનો વિડીયો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ કરવામાં આવેલ છે ત્યારે જાહેરમાં મારા મારી કરનારા લૂખાતત્વને કાયદાનુ  ભાન કરાવવામાં આવે તેવી કોંગ્રેસનાં આગેવાને માંગ કરી છે.

મોરબીના શનાળા રોડે આવેલ હાઉસિંગ બોર્ડમાં રહેતા કોંગ્રેસના આગેવાન રમેશભાઈ રબારીએ હાલમાં સોશ્યલ મીડિયામાં એક મેસેજ વાઇરલ કરેલ છે જેમાં લખ્યું છે કે, મોરબી શહેરમાં જાણે કે પોલીસ તંત્રનુ કોય અસ્તિત્વ ના હોય તેવી રીતે લૂખા તત્વનો આંતક  સતત વઘતો જાય છે અને પોલીસ મોન થઈ આ બઘું  જોયા રહી છે આવ આવારા અને લૂખાતત્વને કાબુમાં રાખવા પોલીસ ખુદ ફરિયાદી બને કાયદાનુ ભાન કરાવે તેઅનિવાર્ય છે તેમાં વધુમાં લખ્યું છે કે, મોરબીના શનાળા રોડે આવેલ સ્કાય મોલ પાસે  જાહેરમાં એક નિર્દોષ  પાટીદાર વેપારીને અમુક લૂખા તત્વ મારમારી રહ્યા છે અને તેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે ત્યારે આ બાબતે લોકો ચર્ચા કરતાં હતાં કે ,માર મારી રહેલ મોરબીની એક જાણીતા ગ્રૂપ અને ભાજપ સાથે સંકળાયેલ છે ત્યારે પ્રજા પૂછવા માંગે છે મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા વારંવાર આહવાન કરતા વિડિયો વાયરલ કરી રહ્યા છે જેમાં કહેતા હોય છે કે, “મોરબીમાં કોઇ લૂખાની દાદાગીરી હવે નહિ ચાલે અને લૂખાઓને નુ ભાન કરવાં માટે પોલીસને જણાવી દીધું છે” તો મોરબીના શનાળા રોડે જે મારા મારિનો વિડીયો સામે આવેલ છે તેમાં પાટીદાર સમાજના યુવાનને માર મારતાં લૂખા તત્વની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કે સમાધાન કરાવી દેવામાં આવશે ? તેવો સવાલ ઉઠાવીને રહેતા કોંગ્રેસના આગેવાન રમેશભાઈ રબારીએ અગાઉની જેમ જ ધારાસભ્ય દ્વારા પ્રજા જોગ વિડિયો જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.




Latest News