અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી નગરની કારોબારી ઘોષિત કરવામાં આવી
મોરબીની સાયન્સ કોલેજ તેમજ આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્રના સ્પર્ધકોને પ્રમાણપત્ર એનાયત કરાયા
SHARE
મોરબીની સાયન્સ કોલેજ તેમજ આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્રના સ્પર્ધકોને પ્રમાણપત્ર એનાયત કરાયા
મોરબીની શ્રી એમ.એમ.સાયન્સ કોલેજ મોરબીના એનસીસી વિભાગ અને 'આર્યભટ્ટ' વિજ્ઞાન કેન્દ્ર મોરબી ના સંયુક્ત ઉપક્રમે "વિશ્વ વસ્તી દિવસ"ના ઉપલક્ષમાં વસ્તી વધારો એક-સમસ્યાઓ અનેક વિષય પર એનસીસીના કેડેટ માટે વક્તૃત્વ સ્પર્ધા, ચિત્ર હરીફાઈ અને નિબંધ લેખનની હરીફાઈનું આયોજન કરવામાં આવેલ હતું અને તેમાં આવેલ પ્રથમ, દ્વિતીય તથા તૃતીયને આ કૉલેજના રસાયણ શાસ્ત્રના હેડ અને ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પરમાર, આર્યભટ્ટ વિજ્ઞાન કેન્દ્રના હેડ દીપેનભાઈ ભટ્ટ તથા એનસીસીના વડા કેપ્ટન શર્મા દ્વારા ઈનામ વિતરણ કરવામાં આવેલ હતું. તેમજ વિશ્વ વસ્તી દિવસ ૧૧ જુલાઈ નિમિતે વક્તૃત્વ સ્પર્ધા યોજીને વસ્તી વધારો એક-સમસ્યાઓ અનેક અંતર્ગત વિશ્વ વસ્તી દિવસનાં અનુસંધાને "આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર- મોરબી ખાતે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરેલ.આ સ્પર્ધામાં મોરબીની વિવિધ સ્કૂલોએ ભાગ લીધેલ તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર એનાયત કરેલ તથા શ્રેષ્ઠ રજુઆત કરનારાઓ સ્પર્ધકોને સિલ્ડ તથા પ્રમાણપત્ર એનાયત કરેલ.બાળ વૈજ્ઞાનિક શ્રેષ્ઠ રજુઆત કરનારમાં પ્રથમ ક્રમે ભટ્ટ કાવ્યા કલ્પેશભાઈ (શ્રી નવનિર્માણ વિધાલય), દ્વિતીય ક્રમે હિરાણી ધ્યાના મિતેષભાઈ (શ્રી નાલંદા વિદ્યાલય વિરપર) અને તૃતિય ક્રમે સાદરિયા ધ્યાના રવિભાઈ શ્રી ગ્રીનવેલી ઈન્ટરનેશનલ સ્કૂલ લજાઈ રહ્યા હતા.તથા આ સ્પર્ધામાં શ્રીમતી આડેસરા દિપાલીબેન ઉદયકુમાર, શિક્ષક શ્રી ઑરપેટ કન્યા વિધાલય ટંકારા સર્વશ્રેષ્ઠ સ્પર્ધક તરીકે વિજેતા જાહેર કરાયા હતા.આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામને એલ.એમ.ભટ્ટ તેમજ દિપેનભાઈ ભટ્ટે શુભેચ્છાઓ પાઠવી હતી.